દેશ

ભારતીય નૌસેનાનું દિલધડક રેસ્ક્યુ! સોમાલિયામાં હાઇજેક જહાજમાંથી 15 ભારતીયોને બચાવ્યા

સોમાલિયાના દરિયાકાંઠે હાઈજેક કરાયેલા MV લીલા નોરફોક જહાજમાં 15 જેટલા ભારતીયો સવાર હતા. જે તમામનું ભારતીય નૌસેનાએ દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ સિવાય ભારતીય નેવીના છ ક્રૂ મેમ્બર્સનો પણ બચાવ્યા કરી લેવામાં આવ્યો છે.

ભારતીય નૌકાદળની ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી

ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કર્યા છે.

નેવીએ હાથ ધર્યું ઓપરેશન

ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોએ આજે (5 જાન્યુઆરી)ના રોજ લાઇબેરિયાના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ એમવી લીલા નોરફોક પર ઉતર્યા હતા અને ઓપરેશન હાથ ધર્યું હતું. આ સિવાય નેવીનું INS ચેન્નાઈ નોરફોક જહાજની નજીક પહોંચ્યું હતું. નૌકાદળે મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I અને લાંબા અંતરના ‘પ્રિડેટર MQ9B ડ્રોન’ને એમવી લીલા નોર્ફોકને હાઇજેક કર્યા બાદ શોધવા માટે તૈનાત કર્યા હતા.

મામલો કેવી રીતે સામે આવ્યો?

UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ ગુરુવારે (4 જાન્યુઆરી) લાઇબેરિયન ફ્લેગવાળા કાર્ગો જહાજ MV લીલા નોરફોકને હાઇજેક કરવાની જાણ કરી હતી. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે જે વ્યૂહાત્મક જળમાર્ગોમાં જહાજોની ગતિવિધિ પર નજર રાખે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button