નર્મદા

દેડિયાપાડામાં તાલુકામાં તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમોએ દુકાનોમાં સઘન ચેકીંગની કામગીરી

દેડિયાપાડા તાલુકામાં તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમોએ દુકાનોમાં સઘન ચેકીંગની કામગીરી કરી હતી.

દેડિયાપાડા તાલુકામાં કિરાણા સુપર સ્ટોર, ડેરી પાર્લર,જ્વેલર્સ, હોલસેલ વેપારી, શાકભાજી ફેરીયાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કિરાણા સ્ટોર્સ, ડેરી પાર્લર, વગેરેમાં ભાવ વધારો લેવામાં આવે છે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક એકમમાં વજન-માપને લગતા જરૂરી ઉપકરણો ઉપલબ્ધ છે કે કેમ , દરેક ઉપકરણોમાં સરકારી સિલ છે કે કેમ , વગેરેની તપાસ કરવામાં આવી, સદર તપાસ દરમ્યાન કુલ ૬૨ એકમોની તપાસ કરવામાં આવી જેમાંથી 18 એકમો પર નિયમોના ઉલ્લંઘન અન્વયે પ્રોસ્યુકેશન કેસ કરવામાં આવ્યાં અને કુલ 21,500 – માંડવાળ ફી સરકારમાં જમા કરાવવામાં આવી.

આ ઉપરાંત ગ્રાહકોને એમના હકોની પણ જાણકારી આપવામાં આવી હતી. દેડિયાપાડામાં મહત્તમ વસતી આદિવાસી સમાજની છે ત્યારે વેપારીઓે કે ફેરિયાઓ ગ્રાહકોને છેતરી ન જાય તે માટે તપાસ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button