ગુજરાત

આજે ‘મહિલા વિરુદ્ધ હિંસા નિવારણ દિવસ’

ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ 45 મહિલા પર બળાત્કારની ઘટના

પ્રતિ મહિને 100 મહિલા પર અત્યાચાર, ચાર વર્ષમાં 56 મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના

ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ 45 મહિલાઓ બળાત્કારનો ભોગ બનતી હોય છે. આવતીકાલે ‘મહિલા વિરુદ્ધ હિંસા નિવારણ દિવસ ‘ છે ત્યારે આ પ્રમાણ ચિંતાનો વિષય છે.

સરેરાશ 6 મહિલા પર એસિડથી હુમલો થવાની ઘટના 

એક અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2021 દરમિયાન ગુજરાતમાં 2156 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. પ્રતિ વર્ષે સરેરાશ 550 મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાય છે. મહિલાઓ પર અત્યાચારના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 3762 મહિલાઓ પર અત્યાચારની ફરિયાદ નોંધાઇ છે. આમ, પ્રતિ મહિને સરેરાશ 100 મહિલા પર અત્યાચાર થતો હોય છે. 2018થી 2021 દરમિયાન ૨૨ મહિલાઓ પર એસિડ એટેક થયેલા છે. આ પ્રમાણે પ્રતિ વર્ષે સરેરાશ 6 મહિલા પર એસિડથી હુમલો થતો હોય છે.

સામૂહિક બળાત્કારના કેસમાં વધારો

સામૂહિક બળાત્કારના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. 2018માં સામૂહિક બળાત્કારના 8 કેસ હતા અને તે 2021માં વધીને 17 થયા છે. ચાર વર્ષમાં ગુજરાતમાં 56 મહિલાઓ પર સામૂહિક બળાત્કાર થયેલા છે. આ અહેવાલ પ્રમાણે દર વર્ષે 260 મહિલાઓની હત્યા થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button