કારોબારગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકમાંગરોળરાજ્યસુરત

બોરીગાળાની ક્વોરીના વાહનોથી આંતરિક માર્ગોને નુકસાન અંગે રાવ

ભારે વાહનોની અવર જવર બંધ કરવા રજૂઆત

  • તડકેશ્વર આઉટ પોસ્ટમાં ભારે વાહનોની અવર જવર બંધ કરવા રજૂઆત

માંડવી તાલુકાના બોરીગાળા ગામે આવેલી સ્ટોન ક્વોરીમાં આવતાં જતાં ભારે વાહનોને કારણે આંતરિક માર્ગને થતાં નુકસાનથી ઊભી થયેલી સમસ્યા અંગે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે.બોરી ગાળા ગામે ચાલતી સ્ટોન ક્વોરી પર આવતાં ભારે વાહનોના કારણે ઊભી થયેલી સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. સ્થાનિક મહિલાઓ રોડ પર આવી ભારે વાહનોને થંભાવી દીધા હતાં. ત્યારબાદ સ્થાનિક ટોળો તડકેશ્વર આઉટ પોસ્ટ પર પહોંચ્યું હતું. જ્યેર સરપંચ દ્વારા લેખિતમાં રજૂ કરી હતી.

બોરીગાળાથી અરેઠ માર્ગ પર સ્થાનિક ક્વોરીના ભારે વાહનો ઓવરલોડ જતાં હોય માર્ગને ભારે નુકસાન થયેલ છે. ક્વોરી માલિકોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. માર્ગ પર મોરમ નાંખી ભારે વાહનો દોડાવવામાં આવે છે. પરંતુ વરસાદી માહોલમં મોરમ પણ ધોવાઈ રહ્યું છે. જેથી ચોમાસામાં ચાર મહિના ઉપરાંત નવો માર્ગ બને ત્યાં સુધી ભારે વાહનો બંધ કરવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button