માંગરોળ

68.77 લાખ રૂપિયાની તરસાડી દૂધ મંડળીમાં ઉચાપતની તપાસ જિલ્લા LCBને સોંપવામાં આવી

રાકેશ સોલંકી અને જિતેન્દ્ર કુમારને કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના પોલીસ રિમાન્ડ પર

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ ફરતી થયેલી પત્રિકાનો મુખ્ય આરોપી રાકેશસિંહ સોલંકી અને સહકારી દૂધ ઉત્પાદક મંડળી ના સેક્રેટરી વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં 68.77 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ ગુનાની તપાસ LCB વિભાગને સોંપવામાં આવી છે.

માંગરોળ વિધાન સભાના ધારાસભ્ય ગણપત વસાવાના નજીકના ગણાતા રાકેશ સોલંકી તથા અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પત્રિકા કાંડના ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેઓ જમીન ઉપર છૂટ્યા હતા અને હાલ ફરી તેમના વિરુદ્ધ માંગરોળ તાલુકાની ધી તરસાડી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકે રાકેશસિંહ રણજીતસિંહ સોલંકી તેમજ સેક્રેટરી જીતેન્દ્રકુમાર રઘુનંદન ગાંધર્વ નાઓએ એકબીજાના મેળાપણાથી સંસ્થાના હિસાબમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી અલગ અલગ પ્રકરણના 68.77 લાખની ઉચાપત કરી હતી જે બાબતે ઓડિટર શીતેસ કુમાર ચોકસીએ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ સુરત જિલ્લા LCB પોલીસે રાકેશ સોલંકી અને જીતેન્દ્રકુમાર રઘુનંદન ગાંધર્વની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગુનાની તપાસ સુરત જિલ્લા LCB એ આપવામાં આવી હતી જેમણે આરોપીને કોર્ટમાં રજુ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે અને આગળની તપાસ સુરત જિલ્લા LCB કરી રહી છે. રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ કેટલાક તથ્યો સામે આવે અને કેટલાક મોટા નેતાઓના નામ પણ સામે આવે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button