તાપી

તાપી જિલ્લાના 18 મદરેસામાં શિક્ષણ ધર્મ અંગે તપાસ

વ્યારા-2 વાલોડ-8 ડોલવણ-1 નિઝર-1 સોનગઢ-4 કુકરમુંડા-2 ઉચ્છલ-00 કુલ-18

વ્યારા સહિત જીલ્લા માં આવેલ 18 મદરેસામાં શિક્ષણ ધર્મ રિપોર્ટ અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તાપી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મદરેસામાં તપાસ હાથ ધરી રિપોર્ટ ઉચ્ચ કચેરીએ મોકલી આપ્યો હતો.

તાજેતર માં રાજ્યમાં આવેલી મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો પણ જતા હોવાની તથા બાળકોને શાળાના શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હોવાની ઉઠેલી ફરિયાદને પગલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પત્ર લખી રાજ્ય સરકારન પાસે માદરેસા અંગે શિક્ષણ ધર્મ રિપોર્ટ માંગ્યો છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના દરેક શિક્ષણાઅધિકારી તથા પ્રાથમિક શિક્ષણાધિકારીને ટીમ બનાવી તપાસ હાથ ધરી રિપોર્ટ કરવા સૂચના આપી છે.

જે મુજબ સરકારી અનુદાન માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી તેમજ અનમેપેડ મદરેસાને મેપીંગ કરવા, માદરેસાના સંચાલક, ટ્રસ્ટી, મકાન સહીત 12 જેટલી વિવિધ માહિતી રિપોર્ટમાં માંગવામાં આવી છે. જેથી તાપી જિલ્લામાં પણ સરકારી ચોપડે નોંધાયેલી કુલ 18 મદરેસામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 36 કર્મચારીઓને કામગીરીમાં જોડી બે-બે લોકોની ટીમ બનાવી શુક્રવારે સવારથી જ મદરેસામાં તપાસની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

Related Articles

Back to top button