IPL 2024

બટલરના શતક આગળ કોહલીની સદી ફિક્કી, RRનો 6 વિકેટે વિજય, કર્યું ટોપ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-19 માં રાજસ્થાન રોયલ્સ (RR) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને છ વિકેટે હરાવ્યું. મેચમાં રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-19 માં રાજસ્થાન રોયલ્સ (RR) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને છ વિકેટે હરાવ્યું. મેચમાં રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ હતો જે તેણે 20મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત હતી અને તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને પછાડીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આરસીબીની પાંચ મેચમાં આ ચોથી હાર હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી RCBને વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ તરફથી શાનદાર શરૂઆત મળી હતી. કોહલી અને ડુ પ્લેસિસ વચ્ચે 14 ઓવરમાં 125 રનની ભાગીદારી થઈ હતી. કોહલીએ રિયાન પરાગની બોલ પર સિક્સર ફટકારીને 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ડુપ્લેસિસે 33 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસ બાદ આરસીબીએ ગ્લેન મેક્સવેલ અને સૌરવ ચૌહાણની વિકેટ પણ સસ્તામાં ગુમાવી હતી. આ વિકેટોની કોહલી પર કોઈ અસર થઈ ન હતી અને તેણે RCBને સારા સ્કોર સુધી લઈ જવા માટે સદી ફટકારી હતી. કોહલીએ 72 બોલમાં અણનમ 113 રન બનાવ્યા જેમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. IPL 2024માં કોઈપણ બેટ્સમેનની આ પ્રથમ સદી હતી. જો જોવામાં આવે તો કોહલીની IPL કરિયરની આ આઠમી સદી હતી. કોહલી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા સ્થાને ક્રિસ ગેલ છે જેણે છ સદી ફટકારી હતી.

T20માં સૌથી વધુ સદી

  • 22-ક્રિસ ગેલ
  • 11- બાબર આઝમ
  • 9- વિરાટ કોહલી
  • 8- એરોન ફિન્ચ
  • 8- માઈકલ ક્લિન્ગર
  • 8- ડેવિડ વોર્નર

IPLમાં સૌથી વધુ સદી

  • 8- વિરાટ કોહલી
  • 6-ક્રિસ ગેલ
  • 6- જોસ બટલર
  • 4- કેએલ રાહુલ
  • 4- ડેવિડ વોર્નર
  • 4- શેન વોટસન

IPLમાં સૌથી વધુ સદીની ભાગીદારી 

  • 6- ડેવિડ વોર્નર અને શિખર ધવન
  • 5- ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો
  • 5- વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ
  • 4- મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ
  • 4- ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે
  • 4- વિરાટ કોહલી અને ક્રિસ ગેલ

IPLમાં સર્વોચ્ચ સદીની ભાગી

  • 10- વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ
  • 9- વિરાટ કોહલી અને ક્રિસ ગેલ
  • 6- ડેવિડ વોર્નર અને શિખર ધવન
  • 6- વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ

મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે આરસીબીએ મોટો ફેરફાર કર્યો હતો. અનુજ રાવતની જગ્યાએ સૌરવ ચૌહાણને પ્લેઇંગ-11માં તક મળી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે કોઈ ફેરફાર કર્યો ન હતો. IPLમાં અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 30 મેચ રમાઈ છે. આરસીબીએ 15 મેચ જીતી છે અને રાજસ્થાને 12 મેચ જીતી છે. જ્યારે ત્રણ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button