IPL 2024

SRHનો વિજય, પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું, શશાંક-આશુતોષની તોફાની ઇનિંગ્સ પણ કામ ન આવી

પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રન બનાવ્યા હતાં.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ચાલી રહી છે, જેમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ છે. આ મેચ મલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ  હતી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબને 2 રને હરાવ્યું છે.

પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીએ 37 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી હતી.

પંજાબ કિંગ્સ માટે અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં કુલ ચાર વિકેટ લીધી હતી જ્યારે સેમ કુરન અને હર્ષલ પટેલને બે-બે વિકેટ મળી હતી.

મેચમાં સનરાઇઝર્સ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નીતીશ કુમાર રેડ્ડીએ 32 બોલમાં ફિફ્ટી ફટકારીને ટીમની કમાન સંભાળી હતી. તેણે 37 બોલમાં સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અબ્દુલ સમદે 12 બોલમાં 25 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ બાદ હવે હૈદરાબાદે પંજાબને હરાવ્યું 

આ સિઝનમાં અત્યાર સુધીમાં પંજાબ અને હૈદરાબાદની ટીમો 5-5 મેચ રમી છે જેમાંથી સનરાઇઝર્સે 3 મેચ જીતી છે. જ્યારે પંજાબ માત્ર 2 જીત્યું છે. બંને ટીમોએ તેમની અગાઉની મેચ જીતી હતી, પરંતુ આ મેચમાં પંજાબનો પરાજય થયો હતો. માત્ર હૈદરાબાદ જ જીતનો સિલસિલો જાળવી શકી હતી. અગાઉની મેચમાં સનરાઇઝર્સે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button