તાપી

ખોડદા મનરેગા યોજનામાં ચેકડેમ ડિસિલટિંગનાં કામમાં ગેરરીતીની રાવ સાથે ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી

નિઝર તાલુકાનાં ખોડદા ગામે ગત એપ્રિલ અને મે, મહિનામાં મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ડિસિલટિંગની કામગીરી કરવામાં આવેલ છે. જે ચેકડેમ ડિસિલટિંગનાં કામમાં આશરે 20 થી 25 લેબર જ હાજર હતા. તેમ છતાં પણ 75 જેટલાં લેબરોની ખોટી હાજરી પુરીને સરકારી નાણાંની ઉચાપત કરી ગેરરીતિ કરવામાં આવેલ છે. બીજી તરફ કામગીરી પણ પૂરતા પ્રમાણમાં કરેલ નથી.

મનરેગા યોજના હેઠળ ચેકડેમ ડિસિલટિંગનાં કામમાં ગેરરીતિ આચારવામાં આવેલ હોવા અંગેનાં ગંભીર આક્ષેપો સાથે ગત રોજ ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. ખોડદા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વોર્ડ નંબર -1 નાં સભ્ય કૃપાલભાઈ પાડવી દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ગામમાં તાપસિંગભાઈ ધિરજીભાઈનાં ખેતરની બાજુમાં મનરેગા યોજના હેઠળ 15 એપ્રિલ થી 16 મે, 2024 સુધી ચેકડેમ ડિસિલટિંગનું કામ કરવા આવ્યું હતું. જે ચેકડેમ ડિસિલટિંગનાં કામમાં આશરે 20 થી 25 જેટલાં લેબર હતા. પરંતુ 75 જેટલાં લેબરની હાજરી પૂરીને સરકારી નાણાંની ઉચાપત કરાયા છે. વધુમાં જણાવ્યું હતું. કે, ચેકડેમ ડિસિલટિંગનું કામ ગત એપ્રિલ અને મે, મહિનામાં 30 દિવસ કરાયુ હતું. છતાં પૂરતા પ્રમાણમાં કામગીરી થઇ નથી. જે અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Related Articles

Back to top button