વિશ્વ

ઇઝરાયલે ઇરાનનાં એર-બેઝ પર હુમલો કર્યો ઇરફહાન પર ઇઝરાયેલનાં ડ્રોન વિમાનો તોડી પડાયાં

ઇરાને કરેલા મિસાઇલ્સ અને ડ્રોન હુમલાનું વેર વાળવા ઇઝરાયલે ઘાઝ હુમલો કર્યો પરંતુ પરમાણુ સંયંત્ર બાકાત રાખ્યું

ઇરફહાન-ઇઝ-હાફ-ધ-વર્લ્ડ ઇરાનમાં અરેબિયન નાઇટ્સ જ્યાં રચાઈ તે શહેર માટે આ કહેવત છે. આપણા અમદાવાદને આ શહેર સાથે સંબંધ તે છે કે, અહીંના ઝૂલતા મીનારા જેવા ઝૂલતા મિનારા વિશ્વનાં આ એકમાત્ર શહેરમાં જ છે.

જે યુદ્ધનો અત્યારે તો કોઈ અંત દેખાતો નથી, તેવા ઇઝરાયલ પેલેસ્ટાઇન (હમાસ) યુદ્ધે હવે પશ્ચિમ એશિયામાં પણ પગ પ્રસાર્યા છે. ઇરાને ઇઝરાયલ પર દમાસ્કસ સ્થિત તેના દૂતાવાસ પરના હુમલાનું વેર વાળવા કરેલા હુમલાનો કટ્ટર જવાબ આપવા ઇઝરાયલ બરોબરની તૈયારીઓ કરી રહ્યું હતું. તેના ભાગ રૂપે તેણે તેના એરબેઝ પર કરેલો હુમલો, તે યુદ્ધને વકરાવી રહ્યો છે.

ઇરાનનાં મીડીયાએ ધડાકાઓના સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા. પરંતુ ઇરાની અધિકારીઓએ ઇરાનના હાર્દ ભાગે રહેલા આ શહેરમાં સંભળાયેલા ધડાકા અંગે કહ્યું હતું કે, તેના સંરક્ષણ વ્યવસ્થાના પરિક્ષણરૂપે હતા. આપણે ઇઝરાયલનાં ૩ ડ્રોન વિમાનો તોડી પાડયા છે. ઇઝરાયલે આ ઘટના અંગે તદ્દન મૌન સેવ્યું છે.

આમ છતાં એવી માહિતી બહાર આવી છે કે, ઇઝરાયલે આ હુમલા કરતાં પહેલા અમેરિકાને જાણ કરી હતી. ત્યારે વોશિંગ્ટન અને અન્ય મહત્વનાં રાષ્ટ્રોએ ઇઝરાયલને તેમ ન કરવા કહ્યું હતું. સાથે તેમ પણ કહ્યું કે તે હુમલા મર્યાદિત તો રાખજો જ.

૧ એપ્રિલે દમાસ્કસના ઇરાનના દૂતાવાસ પર ઇઝરાયલે કરેલા હુમલાનું વેર વાળવા ઇરાને ઇઝરાયલ પર મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. તેનો બદલો લેવા ઇઝરાયલે આ હુમલો કર્યો હોવાનું મનાય છે. જો કે ઇરફહાનની નજીક જ રહેલા ઇરાનના પરમાણુ સંયંત્ર ઉપર હુમલો કર્યો ન હતો.

વાસ્તવમાં ગત વર્ષના ઓકટો.ની ૭મી તારીખે હમાસે ઇઝરાયલના દક્ષિણ ભાગે કરેલા હુમલા પછી, મધ્યપૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. તેમાં ઇરાન પણ હવે જોડાતાં યુદ્ધ ઇઝરાયલ- ઇરાન વચ્ચે શરૂ થઇ ગયું છે.

Related Articles

Back to top button