દેશ

ISROનો ‘હવા’માન કૂદકો: ‘નોટી બોય’નું સફળ લોન્ચિંગ, આફતને પહેલાથી આવી રીતે ઓળખી લેશે INSAT-3DS

હવામાનની સચોટ માહિતી આપતો સેટેલાઈટ INSAT-3DS શ્રીહરિકોટાનાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે.

  • હવામાનની સચોટ માહિતી આપવા માટે ISROએ સેટેલાઇટ લોન્ચ કરી
  • INSAT-3DS આજે શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 
  • INSAT-3DSને ‘નૉટી બોય’નું હુલામણું નામ આપવામાં આવ્યું 

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ‘Naughty Boy’ રોકેટની મદદથી INSAT-3DS સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.  હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ INSAT-3DS આજે એટલે કે 17મી ફેબ્રુઆરીએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયો છે.  તેને લિફ્ટ-ઓફ થયાની લગભગ 20 મિનિટ બાદ સેટેલાઈટ જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં તૈનાત કરવામાં આવ્યું છે. આ પછી સેટેલાઇટની સોલાર પેનલ પણ ખુલી ગઈ છે. એટલે  કે હવે ઈસરોનો આ ઉપગ્રહ સૂર્યમાંથી મળતા પ્રકાશમાંથી ઊર્જા મેળવતી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાનને લગતી માહિતી આપતી આ સેટેલાઈટને ‘નૉટી બોય’નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.

INSAT-3DS સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાનશાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-અપ મિશન છે જે ભૂસ્થિર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, અને તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

 શું કરશે નૉટી બૉય ?

‘નૉટી બોય’નું વજન 2274 કિલો છે. એકવાર કાર્યરત થયા પછી ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે. આ 51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ સહાયિત શોધ અને બચાવ ટ્રાન્સપોન્ડર વહન કરશે. તેનો ઉપયોગ વાદળો, ધુમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધુમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે.

માહિતી અનુસાર INSAT-3DS એ GSLV અંતર્ગત 16મું ભારતીય મિશન છે જે જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ GTOમાં તૈનાત થશે. આ સંપૂર્ણ મિશન મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે. ભારતીય સ્પેસ એડવાન્સમેંટને આગળ ધપાવવાનાં ઉદેશ્યથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button