માંડવી

માંડવીના રૂપણ કન્યા છાત્રાલય પાસેથી બડતલ જવાના સીધા રસ્તા પર ઈલેક્ટ્રીક થાંભલાઓ ઢળી ગયા હોવાનું પરદાફાસ.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના રૂપણ કન્યા છાત્રાલય પાસેથી બડતલ જવાના સીધા રસ્તા પર ઈલેક્ટ્રીક થાંભલાઓ ઢળી ગયા હોવાના ટ્રાન્સપરન્સી ન્યુઝના કેમેરામાં કેદ થયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવીના રૂપણ કન્યા છાત્રાલય પાસેથી બડતલ જવાના સીધા રસ્તા પર અંધાત્રી સ્ટેશન પાસેથી થોડે આગળ બડતલ તરફ આગળ જતા રોડની સાઈડમાં જીવંત તાર વાળા ઇલેક્ટ્રોનિક લાઈટ ના થાંભલાઓ ઢળી ગયા હોય. હવામાન વિભાગ તરફથી રોજબરોજના ચોમાસુ નું સત્ર ચાલુ થવાનું હોય તે પણ વાવાઝોડા સાથે ચાલુ થવાની સંભાવના બતાવતું હોય ત્યારે આવી બાબતોને જીણવટથી ધ્યાને લઈ જે થાંભલાઓ પરથી જતા વીજ વાયરો માં ઈલેક્ટ્રીક પ્રવાહ ચાલુ હોય, જે અચાનક પડી જવાની સંભાવના હોય ત્યારે કોઈ, જાનવર કે મનુષ્ય ની જાનહાની ન થાય તે પહેલા ગુજરાત વીજ કચેરી માંડવી તરફથી તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આ વીજ થાંભલાઓ સીધા કરાવવામાં આવે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે અગોતરા પગલા ભરવામાં આવે તેવી બડતલ ગામના સ્થાનિક રહીશો ની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button