માંડવીશિક્ષણ

આજ રોજ; માંડવી ITI દ્વારા રોજગાર મેળાનું આયોજન

સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરીના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST-સુરત, નગર રોજગાર કચેરી- માંડવી, તથા આઈ.ટી.આઈ. -માંડવીના સંયુક્ત ઉપક્રમે 9.1.2024 ના રોજ સવારે 11 વાગ્યે રોજગાર મેળો યોજાશે. જેમાં 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ. એમ.બી.એ, કોઈ પણ ગ્રેજ્યુએશનની શૈક્ષણિક લાયકાત ધરાવતા નોકરીવાંચ્છું ઉમેદવારો ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટો, સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ (પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ ચુંટણી કાર્ડ- કોઈ પણ એક) લઈને ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવા રોજગાર કચેરીએ જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button