ગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકમાંડવીરાજ્યસુરત

માંડવીના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો

ખેડૂટોની ખુશીનો અનેરો ઉત્સાહ; સાથે જાણો છેલ્લા દસ વર્ષમાં પડેલા સરેરાશ વરસાદની વિગતો

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધોધમાર વરસાદને પગલે માંડવી તાલુકાના તાપી નદી ઉપરવાસમાં બનેલ ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને માંડવી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ થઈને ઉત્સાહ મનાવી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર  દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાના નાના-મોટા દરેક જળાશયો ફરી જીવંત થયા છે અને જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે. ત્યારે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ચોમાસાની શરૂઆતમાં જ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. તથા આજુબાજુ ગામોના માછીમારો પણ કાકરાપાર ડેમમાં નવા નીર આવતા માછીમારી કરવા ડેમ પર પહોંચી ગયા હતા.

સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મોહિત થઈને વર્ષી રહ્યો છે 
સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, માંડવીમાં ૧૩૨૪ મિમી, માંગરોળમાં ૧૮૨૪ મિમી, ઉમરપાડામાં ૨૪૦૩ મિમી, બારડોલીમાં ૧૪૪૦ મિમી, મહુવામાં ૧૫૪૩ મિમી, કામરેજ તાલુકામાં ૧૪૧૪  મિમી, ચોર્યાસી તાલુકામાં ૧૪૩૪  મિમી, ઓલપાડમાં ૧૧૨૨ મિમી, પલસાણા તાલુકામાં ૧૫૦૫, અને  સુરત સીટીમાં ૧૫૦૫  મિમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારી જોઈએ તો, માંડવીમાં ૩૪૪ મિમી સાથે ૨૫.૯૮ ટકા, માંગરોળમાં ૨૦૮ મિમી સાથે ૧૧.૪૦ ટકા, ઉમરપાડા તાલુકામાં ૨૬૫ મિમી સાથે ૧૧ ટકા વરસાદ, બારડોલીમાં ૫૨૩ મિમી સાથે ૩૬.૩૦ ટકા, મહુવામાં ૫૫૪ મિમી સાથે ૩૫.૮૯ ટકા, કામરેજમાં ૩૧૫ મિમી સાથે ૨૨.૨૮ ટકા, ચોર્યાસી તાલુકામાં ૧૦૭ મિમી સાથે ૭.૩૦ ટકા,ઓલપાડમાં ૯૧ મિમી સાથે ૮.૧૧ ટકા, પલસાણામાં ૪૪૪ મિમી સાથે ૨૯.૪૯ ટકા, અને સુરત સીટીમાં ૨૦૯ મિમી સાથે ૧૩.૮૮  ટકા વરસાદ નોંધાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button