કામરેજ 

રાજકોટના ગેમઝોનની ઘટના બાદ સુરત ઓથોરિટીની કાર્યવાહી

બિનઅધિકૃત બાંધકામમાં ધમધમતી કામરેજની પ્રસિદ્ધ ખાઉધરા ગલી સીલ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા સુડા એ કામરેજ વિસ્તારમાં પણ બિન અધિકૃત બાંધકામ સામે લાલ આંખ કરી છે.ખાણી પીણી માટે ખૂબ જ પ્રસિદ્ધ એવી કામરેજ ચારરસ્તા સર્કલને અડીને આવેલી બંને તરફ હારબંધ નાસ્તાની દુકાનો વાળી ખાઉધરા ગલીને સુડા એ સીલ મારી પ્રવેશ દ્વારા પર નોટીસ ચિપકાવી દીધી હતી. શુક્રવારે સુરત ઓથોરિટીની ટીમ દ્વારા કામરેજ વિસ્તારમાં બિન અનધિકૃત બાંધકામ સહિતની તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કામરેજના બ્લોક નંબર 117 પૈકીની ખાઉધરા ગલીના બિન અધિકૃત કરેલા બાંધકામને કારણે સીલ કરી દેવામાં આવી છે. સામ સામે મળી અંદાજિત 16 થી વધુ ખાણી પીણીની દુકાનોથી વહેલી સવારથી મધરાત સુધી ગ્રાહકોની ભીડથી સતત ઉભરાતી ખાઉધરા ગલીને સુડા એ સીલ કરતા કામરેજ વિસ્તારમાં સોપો પડી ગયો હતો.સુડા એ સીલ કરેલી મિલકતની બહાર લગાવેલી નોટીસમાં કરેલા ઉલ્લેખ મુજબ સુરત શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા અન્ય કોઈ હુકમ ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિઓ પ્રવેશ કરવો નહીં એવી નોટિસ મુકાઇ છે.

Related Articles

Back to top button