તાપી

કણધા ગ્રામજનોએ અધિકારીઓને ઘેરો કરતા જ બીજા દિવસે તાત્કાલિક પાણી પહોંચાડ્યુ પણ…….

.......માત્ર રિપેરિંગના વાંકે ગ્રામજનોને પાણી મળતું ન હતું, આ અંગે પણ તપાસ થવી જોઈએ એવી ગ્રામજનોની માંગ

ડોલવણના કણધા ગામની મહિલાઓ ગુરુવારે વ્યારા પાણી પુરવઠા કચેરીમાં માટલાઓ લઈને આવીને હલ્લાબોલ કરતા જ અધિકારીઓ ફફડી ઉઠ્યા હતા. પરિસ્થિતિને ધ્યાન રાખી 24 કલાકમાં પાણી ચાલુ કરવાની ખાત્રી આપી હતી અને તાત્કાલિક નિષ્ક્રિય અધિકારી જાગી ગયા હતા, અને રીપેરીંગનું કામ કરતા બારી અને ગોચાર ફળિયામાં પાણી પહોચ્યું હતું.

વ્યારા ખાતે ગુરુવારના રોજ પાણી પુરવઠા કચેરીમાં ડોલવણના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયાના લોકો માથે બેડા લઈ આવ્યા હતા. અંદાજિત 70 ઘરોમાં પાણી નહિ આવતા મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણીની રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ કણધા ગામના ગૌચર ફળિયામાં હજુ સુધી નળમાં પાણી આવેલ નથી. અન્ય ફળિયાનાં 70 ઘરોમાં નળ કનેકશનો બાકી છે.જેથી તાત્કાલિક પાણી ચાલુ કરવાની માંગણી કરી હતી. જે બનાવને લઈ પાણી પુરવઠા ની ટીમ દ્વારા કણધા ગામે જઈ કામગીરી હાથ ધરી દીધી હતી. ગતરોજ બારી ફળિયામાં પાણી ચાલુ થઈ ગયું હતું. આજરોજ ગૌચર ફળિયામાં પાણી પહોંચાડવાનું કામ ચાલુ કરી દેવાયું હતું કેટલાક કામમાં ઇન્ટર્નલ પાઇપલાઇન તૂટી ગઇ હોય તેને પણ તાત્કાલિક રીપેરીંગ કરવાનું કામ ચાલુ કરાયું હતું. જેને લઇને મહિલાઓ દ્વારા કરેલ રજૂઆતો ને સફળતા મળતા હાલ રાહત થઈ રહી છે.

ગ્રામજનોની હાલાકી પાછળ અધિકારીઓ જ જવાબદાર પાણી પુરવઠા અધિકારી અંકિતભાઈ ગરાસીયાએ કણધાનાં બોરી ફળિયામાં પાણી ચાલુ થઈ ગયું છે. ગોરૈયા ફળિયામાં પાણીમાં કામકાજ ચાલુ થઈ ગયું છે. કેટલીક લાઈન તૂટેલી હોય તેને તાત્કાલિક રીપેરીંગ કરવાની પણ કામગીરી ચાલુ કરી હોવાનું જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ગ્રામજનોએ હાલાકી ભોગવી તેની પાછળ અધિકારીઓ જ જવાબદાર છે. પહેલા જ રીપેરીંગ કામ કરાવ્યું હોત તો, આ પ્રશ્ન જ ઉભો થયો ન હોત. હવે આ સમસ્યા કેવી રીતે ઉભી થઇ અને આ સમસ્યા માટે કોણ જવાબદાર છે તેની યોગ્ય તપાસ કરી કસૂરવારને યોગ્ય સજા આપવા ગ્રામજનોની માંગ ઉઠી છે

Related Articles

Back to top button