માંડવીસુરત

અરેઠ મંદિરે ગયેલી મહિલા પર કપિરાજનો હુમલો

પંદર દિવસ પહેલા જ કપિરાજ પાંજરે પુરાયા હતા

માંડવી તાલુકાના અરેઠ ગામે છેલ્લા ઘણા સમયથી કપિરાજના ટોળેટોળા ઉતરી પડે છે, અને ઘણીવાર રાહદારી સહિત અન્ય વ્યક્તિઓ પર દોડી જતાં અફડાતફડી મચી જતી હોય છે. પરંતુ હાલમાં કપિરાજ દ્વારા કરાતા વારંવારના હુમલાથી ભયનો માહોલ સર્જાયો છે.

અરેઠ ગામે વલ્લભ નગર સોસાયટીમાં રહેતા બિનલબહેન પટેલ સ્થાનિક ઓમકારેશ્વર મંદિરે દર્શનાર્થે ગયા હતાં. મંદિર પરિસરમાં બેઠા હતાં તે દરમિયાન અચાનક જ ધસી આવેલ કપિરાજે બિનલબહેનના જમણા હાથની કોણી પર બચકુ ભરી લીધુ હતું. કપિરાજના અચાનક હુમલાથી મંદિરના પરિસરમાં ભાગદોડ મછી ગઈ હતી. ઘાયલ બિનલબહેન સ્થાનિક અરેઠ આરોગ્ય કેન્દ્ર પર સારવાર આપી વધુ સારવાર અર્થે વ્યારા ખસેડાયા હતાં.

ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા જ વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરમાં કપિરાજ પુરાયા હતાં. ત્યારબાદ કપિરાજને વન્ય વિસ્તારમાં છોડી મુકાયા બાદ વરેલી ગામે પણ કપિરાજના આતંકના સમાચાર મળતાં પાંજરૂ ત્યાં ખસેડવામાં આવ્યું હતું.

આજરોજ મોરીઠાના સરપંચ કમલેશભાઈ ચૌધરીએ પણ વનવિભાગને જાણ કરી મોરીઠા વિસ્તારમાં કપિરાજના આક્રમણ વલણ અંગે માહિતગાર કરી પાંજરુ ગોઠવવાની માંગ કરી છે. આક્રમક વલણ અંગે માહિતગાર કરી પાંજરુ ગોઠવવાની માગ કરી છે. ત્યારે વનવિભાગ પાસેના કપિરાજને પકડવાના પાંજરા અપર્યાપ્ત હોય જેથી વધુ પાંજરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી માગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button