માંગરોળરાજનીતિ

20 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના સૂપડા સાફ થયા

કોસંબા APMCની ચૂંટણીમાં કેસરીયો લહેરાયો

માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMCની 10 સીટો પર ગતરોજ યોજાયેલી ચૂંટણીના આજરોજ પરીણામો જાહેર થયા છે. જેમાં જીતના દાવા કરી રહેલા કોંગ્રેસ અને અપક્ષના સૂપડા સાફ થઈ ગયા હતા અને ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો. જેને લઇને હાજર ભાજપના હાજર કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કોસંબા APMCની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 15માંથી 5 બેઠક બિનહરીફ થઈ હતી. જ્યારે 10 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેને લઇને છેલ્લા કેટલાક દિવસોથી તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા અને જીતના દાવાઓ કરી રહ્યા હતા. ગતરોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. જેમાં 394માંથી 382 મતદારોએ મતદાન કર્યું હતું.

આજરોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોના સૂપડા સાફ થઈ ગયા અને ભાજપના તમામ 10 ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી. ભાજપના તમામ ઉમેદવારોની જીત થતા APMCના પટાંગણમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો. ઉપસ્થિત સૌ કાર્યકરો અને સમર્થકોએ વિજેતા ઉમેદવારોને ખંભે બેસાડી વિજય જશ્ન મનાવ્યો હતો.

કોસંબા APMCની આ ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા 20 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. તેમજ માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિહ આંલોજાએ ભાજપની વિરૂદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેઓને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

જાણો, કોને કેટલા મત મળ્યા

  • ખેર સુરેન્દ્રસિંહ ધીરજસિંહ- 304
  • કઠવાડિયા દિપસિંહ ઈશ્વરસિંહ- 293
  • ભરથાણીયા સતીષકુમાર ચંદ્રસિંહ- 285
  • રાણા સંજયસિઁહ અજીતસિંહ- 282
  • પટેલ કિરીટભાઈ કલ્યાણભાઈ- 264
  • પટેલ શાકીર સરદાર- 254
  • પટેલ પ્રભાતભાઈ ખુશાલભાઈ- 246
  • પટેલ પ્રતાપભાઈ નરસિંહભાઈ- 238
  • ચૌધરી ચંપકભાઈ સામાભાઈ- 236
  • સોલંકી નરેન્દ્રભાઈ ડાહ્યાભાઈ- 210
  • આલોંજા શૈલેન્દ્રસિંહ જશવંતસિંહ- 131
  • ખેર બળવંતસિંહ મોહનસિંહ- 87
  • ચૌહાણ દિનેશસિંહ ઈશ્વરસિંહ- 83
  • પરમાર પૃથ્વિરાજસિંહ લાલસિંહ- 72
  • ગોહિલ રાજેશભાઈ પ્રભાતભાઈ- 55
  • ચૌધરી સામજીભાઈ સોનીયાભાઈ- 41
  • મલેક શાહબુદ્દીનભાઈ મલેકભાઈ- 29
  • ચૌધરી અનિલભાઈ સુમનભાઈ- 46
  • જમાદાર ઈમરાન અબ્દુલખાલીક- 24
  • મૈસુરીયા સંતોષભાઈ ભીખુભાઈ- 24
  • પરમાર મહેન્દ્રભાઈ ભાણાભાઈ- 20
  • વસાવા મનીષભાઈ કરસનભાઈ- 17
  • મકરાણી ઈરફાન અબ્દુલસમદ- 10

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button