માંગરોળ

વાંકલ ગામ ખેડૂત આંદોલનના સમર્થનમાં સજ્જડ બંધ

ખેડૂત સમાજ એ આપેલા ભારત બંધના એલાનને વાંકલ ગામના વેપારીઓ ગ્રામજનોએ સમર્થન આપતા વાંકલ ગામનું બજાર સજ્જડ બંધ રહ્યું હતું. શાકભાજી, ફ્રૂટ, રેડીમેડ સ્ટોર સહિતના ધંધાવાળા દુકાનદારોએ આજે સવારથી જ વાંકલ બજારની દુકાનો સદંતર બંધ રાખી ખેડૂત સમાજના બંધ ના એલાનને સમર્થન આપ્યું હતું.

દિલ્હી ખાતે થઈ રહેલા ખેડૂત આંદોલનમાં સહયોગ આપવા જઈ રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતોને સરકારે હરિયાણાની બોર્ડર ઉપર રોકી દેતા ખેડૂત સમાજે સરકાર સામે વિરોધ વ્યક્ત કરી ભારત બંધનું એલાન આપ્યું હતું. આ બંધને રાજકીય પાર્ટી ઇન્ડિયા ગઠબંધને ટેકો જાહેર કર્યો હતો. સ્થાનિક કાર્યકર્તાઓએ બંધને સફળ બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.

એક તરફ વાંકલ ગામમાં પ્રતિ શુક્રવાર હાટ બજાર ભરાય છે, જેથી તમામ વેપારીઓને વેપાર ધંધા સારા થાય છે. બીજી તરફ વાંકલ ગામના વેપારી મંડળને ખેડૂત સમાજના ભારત બંધના એલાનને સમર્થન આપવા ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ તેમજ આદિવાસી સમિતિ દ્વારા બંધમાં સહયોગ આપવા અપીલ થઈ હતી.

જેને સ્વીકારી વાંકલ ગામનું વેપારી મંડળ તેમજ શાકભાજી, ફ્રૂટ, રેડીમેડ સ્ટોર સહિતના ધંધાવાળા દુકાનદારોએ આજે સવારથી જ વાંકલ બજારની દુકાનો સદંતર બંધ રાખી ખેડૂત સમાજના બંધના એલાનને સમર્થન આપ્યું હતું. જેથી સમગ્ર દિવસ દરમિયાન વાંકલ ગામનું બજાર સજ્જડ બંધ રહ્યું હતું. ખેડૂત સમાજના આગેવાનો તેમજ આદિવાસી સમિતિના કાર્યકર્તાઓએ રાજકીય પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોએ વાંકલ ગામના વેપારી મંડળ સહિત તમામ દુકાનદારો ગ્રામજનો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button