ગુજરાતડાંગદક્ષિણ ગુજરાતરાજ્ય

ડાંગ જિલ્લાના ગૌરવમાં વધારો: મળ્યો પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ

ડાંગ જિલ્લાને પ્રાપ્ત થવા પાછળ કોણ કોણ હતું સહભાગી?

દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ભારતના પ્રામાણિક સ્વતંત્ર સન્માન માટે નિષ્ણાતોની પેનલ દ્વારા ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સહિયારા કાર્યની ક્રિયા, પ્રતિક્રિયાઓ અને મૂલ્યાંકનના આધારે, SKOCH ઓર્ડર-ઓફ-મેરિટ સેમી ફાઈનલ માટે લાયક થયા હતા. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ખેડૂતોના ઉત્થાન માટે હિલ મિલેટ રિસર્ચ વર્ક, NAU, વઘઈ અને કૃષિ વિભાગ, ડાંગનું નોમિનેશન પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ માટે થવા પામ્યું હતું.

આ મહત્વપૂર્ણ માઇલસ્ટોનને ચિહ્નિત કરવા માટે SKOCH સમિટના ભાગરૂપે સેમિફાઇનલ SKOCH ઓર્ડર-ઓફ-મેરિટ સમારોહ ઓનલાઈન યોજવામાં આવ્યો હતો. સ્કોચ એવોર્ડની આ દોડમાં ડિજિટલ એક્ઝિબિશનમાં ભાગ લઈને નિષ્ણાતોના મત મેળવી અને આપણા હિતધારકો પાસેથી સમર્થન મેળવી આ એવોર્ડ માટે સહભાગિતાની પ્રક્રિયામાંથી પસાર થઇ ડાંગ જિલ્લાને સિલ્વર એવોર્ડ મેળવવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button