IPL 2024

કોહલીનું સપનું તૂટ્યું: RCB આઈપીએલમાંથી બહાર, રાજસ્થાનની તોફાની જીત

આઈપીએલના આ 17મી સીઝનમાં બુધવારે એલિમિનેટર મેચ રમાઈ ગઈ. જેમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ શાનદાર જીત નોંધાવી છે. હવે રાજસ્થાનની ટીમની આગામી મેચ ક્વાલિફાયર-2 હશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટક્કર થશે.

આઈપીએલના આ 17મી સીઝનમાં બુધવારે એલિમિનેટર મેચ રમાઈ ગઈ. જેમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ શાનદાર જીત નોંધાવી છે. હવે રાજસ્થાનની ટીમની આગામી મેચ ક્વાલિફાયર-2 હશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટક્કર થશે.

આઈપીએલ 2024ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાઈ ગઈ. આ મેચમાં રાજસ્થાને 4 વિકેટથી શાનદાર જીત નોંધાવી છે. આવી જ રીતે રોયલ્સે ક્વાલિફાયર 2માં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેની ટક્કર હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. બેંગલુરુ વિરુદ્ધ રાજસ્થાને ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલા બેટીંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 ઓવરમાં 172 રન જ બનાવી શકી. આરસીબીએ પહેલી વિકેટ કપ્તાન ફાફ ડૂ પ્લેસી તરીકે ખોઈ દીધી. તે ફક્ત 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગયો. તેને ટ્રેંટ બોલ્ટના બોલ પર રોવમન પોવેલે કેચ કર્યો. વિરાટ કોહલી પણ આ મેચમાં કમાલ કરી શક્યો નહોતો. તે 24 બોલમાં 33 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલીને યુઝવેન્દ્ર ચહલે ડેવુએન ફેરેરાના હાથે કેચ કરાવ્યો. જો કે, કિંગ કોહલી આઈપીએલ ઈતિહાસમાં 8000 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

મિડિલ ઓર્ડર પણ કંઈ કરી શક્યું નહીં

કેમરન ગ્રીને 21 બોલમાં 27 રન બનાવ્યા. મેક્સવેલે પહેલા જ બોલ પર કેચ આઉટ થઈ ગયો. રજત પાટીદારે આરસીબીની ઈનિંગ્સ સંભાળતા 34 રન બનાવ્યા. જે ટીમને હાઈ સ્કોર સુધી લઈ ગયો. તો વળી મહિપાલ લોમરોરે ઝડપી 32 રનની ઈનિંગ્સ રમી. આવી રીતે આરસીબીની ટીમ 20 ઓવરમાં 172 રન જ બનાવી શકી. આવેશ ખાને 3 વિકેટ લીધી તો અશ્વિને 2 વિકેટ લીધી. સંદીપ શર્મા, ટ્રેંટ બોલ્ટ અને ચહલે પણ 1-1 વિકેટ લીધી.

Related Articles

Back to top button