ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકમાંગરોળરાજ્યસુરત

કોલેજના ગેટ ઉપર જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને કોસંબા પોલીસે  ઝડપી પાડ્યા

એકને વોન્ટેડ જાહેર કર્યો અને 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કોલેજના ગેટ ઉપર જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને કોસંબા પોલીસે ઝડપી પાડી 2.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લાના કોઈપણ જગ્યાએ પ્રોહી-જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર જિલ્લા પોલીસને ચોક્કસ માર્ગદર્શન આપ્યું હતું. જેને લઇને કોસંબા પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી બાતમીદારોને કામે લગાડી દીધા હતા. ત્યારે કોસંબા પોલીસ મથકના પીઆઇને ચોક્કસ બાતમી મળી હતી કે, કોસંબા ગામમાં આવેલી એવાય દાદાભાઇ ટેકનીકલ કોલેજનાં ગેટ ઉપર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે કોસંબા પોલીસે છાપો માર્યો હતો. જેમાં પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડી કુલ 2.78 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ તમામની અટક કરી હતી.

પોલીસે (1) મોસીન હનિફ સૈયદ (ઉ.વ.28), (2) અનવર હનિફ સૈયદ ઉ.વ.39 (3) અજય જસવંત વસાવા ઉ.વ.22) (4) અખ્તર અબદુલ શાહ (5) રિયાઝ મોહમ્મદ શેખ ઉ.વ.32 (પાંચેય રહે. જુના કોસંબા) (6) સફી અતુલરહિમ શેખ રહે. કોસંબા ઇદગાહ ફળીયુ)ને ઝડપી પાડ્યા હતા, અને સરફરાઝ નામનાં વધુ એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી જેને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button