તાપી

તંત્રની પોલ ખોલતું કુકરમુંડા-કોરાલા માર્ગ

1 વર્ષમાં જ રસ્તાના ડામર ગાયબ

  • રસ્તો બનાવવામાં હલકું મટિરિયલ વપરાયું હોવાની રાવ

કુકરમુંડા તાલુકામાં ત્રણ રસ્તા પાસેથી પસાર થતો સ્ટેટ હાઇવેથી કોરાલા ગામને જોડતો લાખોનાં ખર્ચે ડામર રસ્તો બનાવવામાં આવેલ છે. જે રસ્તાની કામગીરી કરનાર એજન્સી દ્વારા રસ્તો બનાવવાની કામગીરીમાં હલકા કક્ષાનું મટેરીયલ વાપરેલ હોય, જેના કારણે એક વર્ષનો સમય પણ પૂર્ણ નહિ થયો. અને રસ્તા ઉપરથી ડામર ઉખડીને ખાડા પડ્યા હતા.જોકે રસ્તા ઉપર પડેલા ખાડામાં કાચા મટીરીયલનું પુરાણ કરી સમારકામ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રસ્તા ઉપરનાં ખાડા પુરાણ કરીને નબળી કામગીરી કરનાર એજન્સીને તંત્ર બચાવી રહ્યું હોય તેમ ખુલ્લું જણાય આવે છે.

ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ કુકરમુંડા ગામથી કોરાલા ગામને જોડતો ડામર રસ્તો બનાવવા અંગે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે રસ્તો બનાવવા માટે જવાબદાર તંત્ર દ્વારા એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે જે તે સમયે એજન્સી દ્વારા રસ્તો બનાવી તો દીધો હતો. પરંતુ રસ્તાને એક વર્ષ પણ પૂર્ણ નહિ થયું હોય અને રસ્તા ઉપર ખાડા પડી ગયા હોય એ તો કેટલું યોગ્ય કહેવાય, હાલમાં રસ્તા ઉપર પડેલા ખાડાનું પુરાણ તો કરી દેવામાં આવ્યું છે. પણ આ ડામર રસ્તો બનાવનાર એજન્સી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

સરકાર દ્વારા આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતા લોકોઓ અને ખેડૂતોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી રસ્તો બનાવવા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પણ આ ડામર રસ્તો બનાવનાર એજન્સી દ્વારા રસ્તાના કામમાં વેઠ ઉતારવામાં આવતા રસ્તાની કામગીરી શંકાસ્પદ લાગી રહી છે. કારણ કે, આ ડામર રસ્તાનું નવનીકરણને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. અને રસ્તા ઉપર ખાડા પડવા તેમજ રસ્તા ઉપરથી ડામર ઉખાડવાનું શરૂ થઇ ગયું છે.ઉલ્લેખનીય એ છે કે, રસ્તા પર પડેલા ખાડામાં કાચું મટેરીયલ ભરીને સમારકામ કરી હાલતો ગાડુ ગબડાવી દેવામાં આવ્યું છે. પણ રસ્તાની નબળી કામગીરી કરનાર એજન્સી સામે જવાબદાર તંત્ર કાયદેસરનાં પગલાં ભરશે કે, કેમ ? એ તો આવનાર સમયમાં જ બહાર આવે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button