કચ્છ

કચ્છના સૂકા રણમાં લોહીના છાંટા! બે જૂથે બંદૂક-ધારિયાં લઈ કર્યું ધિંગાણું, એકને ગોળીએ દીધો

ભચાઉના શિકારપુર નજીક રણ અને ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલ છે. જ્યાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે એક જૂથે બીજા જૂથ પર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું.

કચ્છમાં આજે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેમાં કોઈના હાથમાં બંદૂક, તો કોઈના હાથમાં ધારિયા અને લાકડીઓ જેવા મળી. સામ-સામે અથડામણ થયું અને ખુની ખેલ રમાયો. જેમાં એકનું ઢીમ ઢળી ગયું. જ્યાં બૂમબરાડા ભર્યા દ્રશ્યો સર્જાયા અને રણમાં દોડતી ગાડીઓ જોઈને પહેલી નજરે તો કોઈ રેસ ચાલતી હોય તેવો અહેસાસ થાય પરંતુ અહીં કોઈ રેસ નહીં લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો હતો.

સૂકું રણ લોહિયાળ બન્યું

જેમાં હાથમાં બંદૂક-ધારિયાં લઈ 5 ગાડી ભરી ટોળું આવ્યું, સામેનું જૂથ લાકડીઓ સાથે તૈયાર હતું, અંધાધૂંધ ફાયરિંગ થયું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું. ઘટના એવી છે કે, ભચાઉના શિકારપુર નજીક રણ અને ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલ છે. જ્યાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ પર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું.

જમીન મુદ્દે કચ્છના રણમાં ફાયરિંગ

જેમાં 4 લોકો ઘાયલ થયા હતા, એ પૈકી દિનેશ કોલી નામના વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે આ ઘટના બાદ આરોપીઓ ફરાર છે. પરંતુ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને 17 લોકો સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી, આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ધિંગાણું શિકારપુર નજીકના રણમાં આવેલા મીઠાના જૂના કારખાના પર કબજાને લઈને તેમજ આસપાસની જમીન પચાવી પાડવાને લઈને થયું છે. હાલ તો આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, લોહિયાળ જંગમાં આરોપીઓને ઝડપવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે.

Back to top button