નર્મદા

ગુજરાત વન વિકાસ નિગમ લી.ની ટીમરૂ પાન ઉધોગની ચેક દ્રારા ચુકવણીની નિતિ સામે રોકડની માંગણી કરતાં મજુરો

ફળમુન્શી મિટીંગનો સાર ચેક દ્રારા ચુકવણી પોષાય એમ નથી.નહી તો ટીમરૂપાન નહી તોડીએ...ઉબડીયાભાઈ

  • ટીમરૂપાન અંતર્ગત મજુરોની ચુકવણી ચેક દ્રારા ઘણી જ અડચણરૂપ…. માનસિંગભાઈ


નર્મદા જિલ્લાના મોટાભાગે ઉનાળાની સિઝનમાં કોઈ રોજગારી ઉપલબ્ધ ન રહેતાં ડેડીયાપાડા તાલુકાના જંગલના ઉંડાળ અને પહાડી વિસ્તારોમાં દશ થી બાર ગામોના રોજમદાર મજુરો ટીમરૂપાન તોડવાના વ્યવસાય સાથે જોડાયેલાં હોય છે.અને સરકારના નિયમ મુજબ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી.સબ ડિવિઝન ઓફિસ ડેડીયાપાડા દ્રારા ટીમરૂ પાનની હરાજી થતી હોય છે.અને તેની નાણાંની ચુકવણી રોક્ડ સ્વરૂપે થતી હતી.પરંતુ ચાલુ વર્ષ -૨૦૨૪ માં ટીમરૂપાન અંતર્ગત હરાજીની રકમ ગુજરાત રાજ્ય વઞ વિકાસ નિગમ લી.સબ ડિવિઝન ઓફિસે ચેક દ્રારા ચુકવણી કરવા ઓફર કરતાં તે અંતર્ગત ફળમુન્શીની મિટીંગ તા.૨૦/૪/૨૦૨૪ ડુમખલ,મોરજડી ફુલર પિપલોદની જંગલોમાં ખાતે કરવામાં આવી હતી.

તે ફળમન્શી મિટીંગમાં નિગમના ભાવસિંગભાઈએ જણાવેલ કે ,ચાલુ વર્ષે ટીમરૂપાન ઉધોગની હરાજીની ચુકવણી રોકડ રમ ન ચુકવતાં ચેક દ્રારા ચુકવણી કરવાનું જણાવતાં ટીમરૂપાન વ્યવસાય સાથે સંકળાયેલા મજુરોએ જણાવ્યું હતું.કે,અમારો ઉંડાળનો આદીવાસી ગરીબ મજુરી કરીને જીવતાં લોકો છે.અહીથી ડેડીયાપાડા ૧૫ કિ.મી ના અંતરે છે.ઉપરાંત વાહવવ્યહવારની કોઈ સુવિધા નથી.અને મોટાભાગના મજુરોના બૈંકખાતા બંધ છે.કોઈના એવાયસી કરેલ નથી.અને બૈકમાં હંમેશા ઝડપથી કામ થતુ નથી.જેથી અમારો સમય અને નાણાં વેડફાશે તેમજ ચેક દ્રારા ચુકવણી કરવીએ અમારા માટે ઘણું જ અડચણરૂપ હોઈ,જેથી અમે ટીમરૂ પાનના હરાજીના પૈસા ચેકથી ન ચુકવતાં રાબેતા મુજબ રોકડ રકમ ચુકવવાનો સુર જારી રાખ્યો હતો.અગર આ બાબતે નિગમ અડીમ રહેશે અને ચેક દ્રારા ચુકવણી કરવાનું હોય તો અમે ટીમરૂપાન નહી તોડવાનો ઠરાવ કરી આપવામાં આવ્યો હતો.

ઉનાળાની સિઝનમાં કોઈ રોજગારીનું સાધન ન રહેતાં ટીમરૂપાન ઉધોગ ઘણો જ ઉપયોગી છે.અને હજારો લોકોને સિઝનેબલ રોજગારી મળે છે.અને લાખો રૂપિયાની ચુકવણી થાય છે.મિટીંગમાં ડુમખલ,મોરજડી,પાવખલા,વાઘ ઉમર,ચોપડી,ગિચડ,મોભી,માથામહુડી,ધનપિપલ અને માથાસર વગેરેના ટીમરૂ ઉધોગ સાથે સંકળાયેલા વ્યવસાય કારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Back to top button