ઉમરપાડારાજનીતિ

ઉમરપાડામાં પશુપાલન વિભાગ દ્વારા કેટલ શેડ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવા માંગ

છેલ્લા વર્ષથી ગ્રાન્ટના અભાવે યોજના ખોરંભે

ઉમરપાડા તાલુકામાં છેલ્લા બે વર્ષથી સરકારી ગ્રાન્ટના અભાવે કેટલ શેડ યોજના ખોરંભે પડતા તાલુકા કોંગ્રેસના આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી યોજનાનો લાભ પશુપાલક લાભાર્થીઓને આપવાની માંગ કરી હતી.

ઉમરપાડા તાલુકામાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે છેલ્લા બે – બે વર્ષથી કેટલ યોજનાની ગ્રાન્ટ મંજૂર થયેલ છે. છતાં ગ્રાન્ટ વગર કેટલ શેડ યોજનાનું કામ ટલ્લે ચઢેલ છે. ઉમરપાડા તાલુકામાં મહત્તમ આદિવાસી સમાજના નાના ખેડૂત પશુપાલકો વસવાટ કરે છે, જેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને સાથે પશુપાલન છે.

ત્યારે પશુ પાલકોના હિતમાં રાજ્ય સરકાર કેટલ શેડ યોજના ની ગ્રાન્ટ ફાળવે તેવી માગણી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હિતેશભાઇ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ સેમ્યુઅલ વસાવા, કિશાન મોરચા પ્રમુખ ફૂકિયાભાઈ વસાવા, યુવા મોરચા પ્રમુખ જીજ્ઞેશ વસાવા, આઇ ટી સેલ પ્રમુખ વિપુલ વસાવા, ફૂલસિંગ વસાવા, સેવાદળ પ્રમુખ ભૂપેન્દ્ર વસાવા, તાલુકા મહામંત્રી સુભાષ વસાવા વગેરે કાર્યકરો દ્રારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button