દેશરાજનીતિ

ડ્યુક લઈને પેંગોંગ લેક ફરવા નીકળ્યાં રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં લદ્દાખની મુલાકાતે છે. કોંગ્રેસના નેતાની બાઇક પર સવારીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. રાહુલ ગાંધી શનિવારે તેમની KTM 390 ડ્યુક બાઇક પર લેહ શહેરથી મનોહર પેંગોંગ તળાવ સુધી ગયા હતા.

રાહુલ 25 ઓગસ્ટ સુધી લદ્દાખમાં રહેશે
હાલ વાઈરલ થયેલા ફોટોમાં રાહુલ ગાંધીની સ્ટાઈલ સાવ અલગ દેખાઈ રહી હતી. રાહુલ ગાંધીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યું કે “હું પેંગોંગ લેક જઈ રહ્યો છું. મારા પિતા કહેતા હતા કે આ દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.” રાહુલે લેહ, લદ્દાખ અને પેંગોંગત્સોના હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના નેતા ગુરુવારે લેહ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ 25 ઓગસ્ટ સુધી લદ્દાખમાં રહેશે.

યુવાનો સાથે વાર્તાલાપ કર્યો અને ફૂટબોલ પણ રમ્યા
રાહુલ ગાંધીએ લેહમાં યુવાનો સાથે વાતચીત કરી હતી અને ફૂટબોલ મેચમાં પણ ભાગ લીધો હતો. જ્યારે રવિવારે રાહુલ ગાંધી તેમના દિવંગત પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર પેંગોંગ તળાવ પર શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં તેઓ કારગીલની પણ મુલાકાત લેશે અને ત્યાં જાહેર સભાને સંબોધશે.

ડ્યુક 390 બાઇક રાઇડ 
આ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગ બાઇક માર્કેટમાં પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો કે તેમની પાસે ડ્યુક 390 બાઇક છે, પરંતુ સુરક્ષાની ચિંતાઓને કારણે તેઓ ભાગ્યે જ તેને શહેરમાં ચલાવે છે.

કારગિલ કાઉન્સિલ હિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લેશે
આવતા મહિને કારગીલમાં હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કારગિલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. રાહુલ આ ચૂંટણીની તૈયારી સાથે જોડાયેલી બેઠકમાં પણ ભાગ લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button