ડાંગ

તાલુકા પંચાયતમાં વર્ક કોડ સહિતની પ્રક્રિયા પૂર્ણ થવા છતાં આહવા તાલુકા પંચાયતના અધિકારીઓ કામગીરી શરૂ માટે ખો-ખો રમતા હોવાની ગામ લોકોની અનુમાનો

વઘઇ ડાંગ જિલ્લામાં ગ્રામસભામાં ઠરાવ થયા બાદ વર્ક કોડ સહિત જરૂરી સરકારી કાર્યવાહી પૂર્ણ થવા છતાં લહાનચર્યા ગામે સીસી રસ્તો બનાવવા ઠગાઠૈયા થતા ગામડા વિકાસને ગ્રહણ લાગ્યુ છે.

આહવા તાલુકાના લહાનચર્યા ગામે વર્ષ-2024માં મેઇન રસ્તાથી માધ્યમિક શાળા તરફ જતો 100 મીટર સીસી રસ્તો, અનાદિયાભાઈ પવારના ઘરથી મનોજભાઈના ઘર તરફ જતો 400 મીટર અને બસ સ્ટોપથી આંગણવાડી તરફ જતો 500 મીટર સીસી માર્ગનો ગ્રામસભામાં ઠરાવ પાસ થયા બાદ તાલુકા પંચાયતમાં વર્ક કોડ સહિતની પ્રક્રિયા પૂર્ણ થવા છતાં આહવા તાલુકા પંચાયતના અધિકારીઓ કામગીરી શરૂ કરવા ક્યાં મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તે સમજાતું નથી.

લહાનચર્યા ગામે ત્રણે મહત્વના માર્ગો 15 વર્ષ પહેલા બન્યા હતા, જેમાં ત્રણે માર્ગ અત્યંત બિસ્માર બની જતા લોકોને આવન જાવન કરવા ભારે હાલાકી વેઠવી પડે છે. ચોમાસા દરમિયાન કાદવ કીચડના સામ્રાજ્ય સાથે દર્દીઓને તકલીફ પડે છે ત્યારે આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી ત્રણે માર્ગનું ખાતમુહૂર્ત કરી લોકોને પડતી મુશ્કેલી નિવારવા ઘટતું કરે તે ઇચ્છનીય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button