ગુનોનર્મદા

મોસ્કુવા ગામમાં જમીનનાં ભાગ બાબતે હુમલો કરનાર સાત ઈસમો સામે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોસ્કુવા ગામના સીંગલવાણ ફળીયામાં જમીનનાં ભાગ બાબતે હુમલો કરનાર સાત ઈસમો સામે પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, દલસુખભાઈ મુળજીભાઈ વસાવા, રહે. મોસ્કુવા સીંગલવાણ નિશાળ ફળીયુએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ખેતરે જતા હતા. તે વખતે ભઈલાલભાઈ પુનિયાભાઈ વસાવા રસ્તામાં મળી જતા કહેતો હતો કે, મારી છોકરીનું ખેતર તમે લોકોએ બળજબરી કરી માંગી લીધુ છે. તે ખેતર કેમ અમને આપતા નથી તેમ કહી અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગેલા જેથી સાહેદ પ્રેમીલાબેને કહેલું કે, ખેતરોમાં ભાગ પડે આજે વીસ વર્ષ થયા ત્યાર પછી અમોએ પૈસા ખર્ચી જમીન લેવલ કરાવી છે અને કુવો ખોદાવેલો છે. ત્યાં સુધી તમે લોકો શુ કરતા હતા.

જ્યારે ભાગ પાડતા હતા ત્યારે અમારો જે ભાગ આવેલ છે. તે ભાગ જે તે વખતે લઈ લેવાનો હતો. અત્યારે અમોએ બધું સરખું લેવલ કરાવ્યું ત્યારે માંગવા આવો છો. તેમ કહેતા ભાઈલાલ ભાઈ જોર જોરથી બુમો પાડી તેના ઘરના સભ્યોને બોલાવ્યા હતા. ત્યાર બાદ (1) ધીરુભાઈ બચુભાઈ વસાવા (2) કમલેષભાઈ બચુભાઈ વસાવા (3) અમરતભાઈ ભયલાલભાઈ વસાવા (4) સાહીલભાઈ અમરતભાઈ વસાવા (5) યોગેશભાઈ અમરતભાઈ વસાવા (6) સુકલીબેન બચુભાઈ વસાવા (7) ભઈલાલભાઈ પુનિયાભાઈ વસાવા તમામ રહે- મોસ્કુવા સિંગલવાણ નિશાળ ફળીયુ તા ડેડીયાપાડા જી-તર્મદા નાઓ એક સંપ થઈ ગયા હતા.

લોકો હાથમાં લાકડીઓ લાવી જોરજોરથી બુમો પાડતા અને અપશબ્દો બોલતા આવ્યા અને કહેવા લાગ્યા હતા કે, અમારા ખેતરો તમે લોકોએ માગી લીધા છે. જેથી અમારા ખેતરો વગર અમે ભુખા મરીએ છે. તેમ કહી ફરી,ને ઘેરી લઈ લાકડીના સપાટા મારવા લાગેલા. જેનો સપાટો ફરીને માથાના ભાગે વાગી ગયો હતો. આમ સાત લોકોએ ભેગા મળી હુમલો કરતા આ બનાવમાં ડેડીયાપાડા પોલીસે તમામ સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા દિવસે સામાં પક્ષે કમલેશ બચુભાઈ વસાવા એ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, દલસુખભાઈ મુળજીભાઈ વસાવાએ તેમને ડાબા હાથના ખભાના ભાગે તથા માથાના ભાગે લાકડીનો સપાટો મારી તથા પ્રેમિલાબેનને હાથથી માર મારી કહેવા લાગેલા કે, આ જંગલની જમીન હું વર્ષોથી ખેડતો આવેલો છું. આ જમીન અમારા ભાગમાં આવેલા છે જેને મે લેવલ કરાવી સરખી કરેલી છે. હવે પછી મારી જમીન બાબતે કાંઈ કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કરતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી કુલ નવ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button