ધાર્મિકવિશ્વ

દુનિયામાં કયા ધર્મના સૌથી ઓછા અને સૌથી વધુ લોકો, જાણો વિગતવાર

દુનિયામાં યહૂદીઓની સંખ્યા કેટલી?

હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે ત્યારે આ ખૂની સંઘર્ષ વચ્ચે ધાર્મિક આધાર પર અભિપ્રાયો ધ્યાને આવે છે. એવામાં ઇસ્લામિક દેશ પેલેસ્ટાઇન અને યહુદીની આબાદી ધરાવતો દેશ ઇઝરાયેલ વચ્ચેનું ધર્ષણ ખુબ જુનું છે. આમ પણ સંખ્યાની દ્રષ્ટીએ જોઈએ તો ઇસ્લામમાં માનનાર લોકોની સરખામણીમાં યહૂદીઓની સંખ્યા ખુબ ઓછી છે.

કેટલી છે જનસંખ્યા?

UN મુજબ 15 નવેમ્બર 2022ના રોજ દુનિયાની વસ્તી 800 કરોડને પર કરી ગઈ હતી. વિશ્વને 700 થી 800 સુધી પહોંચતા લગભગ 12 વર્ષ લાગ્યા. હવે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 900 કરોડની વસ્તી સુધી પહોંચવામાં લગભગ 15 વર્ષનો સમય લાગશે. વર્લ્ડોમીટર ડેટા દર્શાવે છે કે વિશ્વની વસ્તી 806 કરોડથી વધુ છે. જેમાં પ્રથમ સ્થાને ભારત છે. બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે અમેરિકા છે.

ક્યાં ધર્મની કેટલી સંખ્યા?

એવું કહેવાય છે કે વિશ્વના 85 ટકા લોકો ધર્મને પોતાની ઓળખ બનાવે છે. 2020ના વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના આંકડા દર્શાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ આ મામલે 238 કરોડની જનસંખ્યા સાથે ટોચ પર છે, 191 કરોડ ઇસ્લામ અનુયાયી લોકો બીજા સ્થાને છે અને હિન્દુ ધર્મના 116 કરોડ લોકો ત્રીજા સ્થાને છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા 50.7 કરોડ, અન્ય ધર્મની સંખ્યા 6.1 કરોડ છે. આ યાદીમાં યહૂદીઓ 7મા સ્થાને છે.

ઇસ્લામિક ધર્મના અનુયાયીઓની જનસંખ્યા વધે છે ઝડપથી 

Pew Research Centerની એક રીપોર્ટ મુજબ 2050 સુધીમાં દુનિયામાં મુસ્લિમોની જનસંખ્યા 280 કરોડ સુધી પહોચી શકે છે. જેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દુનિયાની કુલ વસ્તીની સરખામણીમાં મુસ્લિમોની જનસંખ્યા ડબલ સ્પીડથી વધવાની સંભાવનાઓ છે.

ભારતમાં મુસ્લિમોની સંખ્યા 

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા સંસદમાં કહેવામાં આવ્યું હતું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની સંખ્યા 17.22 કરોડ હતી. જે દેશની કુલ જનસંખ્યાના 14.2 ટકા હતી. ટેકનીકલ ગ્રુપ ઓન પોપ્યુલેશનની જુલાઈ 2020ના એક અહેવાલ મુજબ 2023માં દેશની કુલ વસ્તી 138.82 કરોડ થવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. 2011ની વસ્તી ગણતરીમાં એ જ રેશિયો 14.2 ટકા રાખતા 2023માં મુસ્લિમ વસ્તી 19.75 કરોડ થવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

ભારતમાં અન્ય ધર્મ 

2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ ભારતમાં 96.63 કરોડ હિન્દુઓની વસ્તી હતી. જયારે 17.22 કરોડ વસ્તી મુસ્લિમોની હતી. દેશમાં 2.78 કરોડ ખ્રીસ્તી, 2.08 કરોડ શીખ, 0.84 કરોડ બૌદ્ધ, 0.45 કરોડ જૈન અને 0.79 કરોડ અન્યનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button