દક્ષિણ ગુજરાતમાંડવીસુરત

માંડવી તાલુકાના તરસાડાબાર ચાર રસ્તા પાસેથી LCB પોલીસે રૂ. 12.24 લાખના દારૂ સહિત રૂ. 22.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડાબાર ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટ્રક સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 12.24 લાખનો દારૂ, ટ્રક સહિત કુલ રૂ. 22.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક બાજીપુરાથી માંડવી ખાતે આવતા રોડ ઉપર થઇ પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી માંડવી તાલુકાના તરસાડા બાર રસ્તા ઉપર બાજીપુરાથી માંડવી આવતા રોડ પર નાકાબંધી કરી ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી રૂ. 12.24 લાખનો દારૂનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક મેહુલ વાલજીભાઈ સીતાપરાની ધરપકડ કરી હતી.

પોલીસે રૂ. 12.24 લાખનો દારૂ, એક મોબાઈલ, 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ. 22.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં સવજી માનસિંગભાઈ માતાસુરિયા તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક વાપી ને.હા. 48 ઉપર આપવા આવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button