રમતગમત

સુરતમાં આજથી 4 દિવસ લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો પ્રારંભ

સુરેશ રૈના સહિતના દિગ્ગજની એન્ટ્રીથી ચાહકોમાં જબરજસ્ત ઉત્સાહ

લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ગ્રુપ સ્ટેજની મેચો 18 નવેમ્બર 2023થી શરૂ થઈ છે. જ્યારે ક્વોલિફાયર, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ સુરત ખાતે આ તમામ મેચ રમાવાની છે. જેને જોવા માટે ચાહકો આતુર છે. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમ રમી હતી. જેમાં ભીલવાડા કિંગ્સ, બીજી ગુજરાત જાયન્ટસ, ત્રીજી ટીમ ઈન્ડિયા કેપિટલ્સ, ચોથી ટીમ મણિલાલ ટાઈગર્સ તો પાંચમી સદર્ન સુપરસ્ટાર્સ અને છેલ્લી ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ છે. હવે સુરત ખાતે મેચને લઈ ક્રિકેટ દિગ્ગાજો સુરત પહોંચ્યા છે.

ક્રિકેટરોને જોવા એરપોર્ટ પર ભીડ જામી
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેનાર દિગ્ગજ ખેલાડીઓ આજે સુરત આવી પહોંચ્યા હતા. ગઇકાલે પણ ક્રિસ ગેલ જેવા ખેલાડીઓ આવ્યા હતા. આજે પણ એરપોર્ટ ઉપર સુરેશ રૈના સહિતના દિગ્ગજ ખેલાડીઓ સુરત એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. વિશાખાપટ્ટનમથી સીધા તેઓ સુરત એરપોર્ટ પહોંચતા ક્રિકેટ ચાહકો તેમની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.

ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં દિગ્ગજ ક્રિકેટરો પોતાનું પર્ફોમન્સ આપશે અને તેમને ફરી એક વખત ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતા જોવાનો લાવો કંઇક અનેરો છે. સુરતના ક્રિકેટ ચાહકો પોતાના ચહેરા ઉપર તિરંગો લગાવીને સ્ટેડિયમની બહાર ખૂબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ક્રિસ ગેલ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓને જોવા ક્રિકેટ ચાહકો કલાકો સુધી સ્ટેડિયમની બહાર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે ઉભા હતા.

ફાઈનલમાં સચિન અને ધોની હાજર રહે તેવી શક્યતા
ક્રિકેટ જગતમાં ભગવાન તરીકે પૂજાતા સચિન તેંડુલકર 9 ડિસેમ્બરના દિવસે યોજનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટની ફાઈનલ મેચમાં સુરત હાજરી આપશે તેવી પૂર્ણ શક્યતા છે. તેમજ સાથોસાથ મહેન્દ્રસિંહ ધોની પણ હાજર રહે તેવી ચર્ચા છે. જોકે, હજુ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ બંને ક્રિકેટરો હાજર રહે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button