માંડવી

માંડવી તાલુકાના દઢવાડા ગામે ઘરમાં સંતાડેલ દારૂ મળી આવ્યો

માંડવી તાલુકાના દઢવાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા રોશનભાઈ નીશાભાઈ ચૌધરી (28) પરમીટ વગર દારૂનું વેચાણ કરતાં હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે 19મી એપ્રિલના રોજ રેડ કરી હતી. જે રેડમાં વગર પાસ પરમીટે ગેરકાયદે પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હિસ્કી તથા દેશીદારૂ ટેંગો પંચ બાટલી મળી કુલ્લે નંગ-514 જેની કિંમત 27900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે રોશનની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર હીરેનભાઇ સામજીભાઇ વસાવા (રહે.સામરકુવા ગામ નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button