ડાંગ

સાપુતારાનો સનરાઈઝ પોઇન્ટ જતો રસ્તો બંધ કરાતા હાલાકી

સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર કેટલાંક વૃક્ષો હટાવી યોગા સેન્ટરનું રૂપેણું નામ આપ્યું. નામ આપ્યું એનોય વાંધો નથી પણ રાખરખાવના અભાવે આ પોઇન્ટ ઉપરની કામગીરી ખુલ્લી પડી ગઈ હતી. જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરી દેવાતાં કેટલાક સમયથી રસ્તો જ બંધ કરી દેવાયો છે. જેથી પ્રવાસીઓ તો જઈ શકતા જ નથી, સાથે સાથે નવાગામના સ્થાનિકોના ધંધા-રોજગારને પણ ફટકો પડ્યો છે. છેલ્લા સાત-આઠ મહિનાથી સાપુતારાના સનરાઈઝ પોઇન્ટ પર જવાનો માર્ગ બંધ કરી દેવાતાં નવાગામના 100 જેટલા પરિવારોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે.

સાપુતારાનો સૌથી ખૂબસૂરત પોઇન્ટ એટલે સનરાઈઝ પોઇન્ટ. વહેલી સવારે સાપુતારાની સહેલગાહે આવેલા પ્રવાસીઓ સૂર્યોદય નિહાળવા માટે આ પોઇન્ટ ઉપર ભીડ જમાવે છે. પરંતુ હાલમાં આ પોઇન્ટ ઉપર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી પોઇન્ટ જવા માટેનો માર્ગ નીચેથી જ બંધ કરી દેવાયો છે. જેથી પ્રવાસીઓ આ પોઇન્ટ પર જઈ શકતા નથી.

લાખોનો ખર્ચ કરાયો પણ.. સનરાઈઝ પોઇન્ટે મોટા મંત્રીઓના હસ્તે તખ્તી મૂકી ‘યોગાસન’ના નામે લોકાર્પણ કરી દેવાયું. શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું, પણ રાખરખાવના અભાવે આ પોઇન્ટનો ખર્ચો સફેદ હાથી જેવો પૂરવાર થયો. અહીં આટલે ઊંચે કોણ યોગ કરવા આવવાનું હતું ? પ્રવાસીઓ તો રોજિંદા અહીં આવતા નથી. શનિ અને રવિવારે જ થોડીઘણી ચહલપહલ રહે છે ત્યારે આવો મુર્ખામીભર્યો નિર્ણય પ્રકૃતિનું નિકંદન કરી લેવાયો હોય એવું પ્રતીત થાય છે.

રસ્તો ખુલ્લો થાય એ જ માગ હાલ દિવાળીની સિઝન છે ત્યારે તંત્રએ કંઈ કરવું જોઈએ. અમારો ધંધો પણ ક્યાં રોજિંદો હોય છે. શનિ અને રવિવારે રોજગાર મળે છે. એ સિવાય તો અમારા ગામના લોકોને છૂટક મજૂરી કરવી પડે છે. જો દિવાળીમાં પ્રવાસીઓ અને સ્થાનિકોના હિતમાં રસ્તો ખુલ્લો થાય એ જ અમારી માંગ છે. જવહાર પવાર, સ્થાનિક

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button