ગુનોતાપી

નિઝરમાં વર્ષ પહેલા બનેલા RCC માર્ગ પર તિરાડો પડતા નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઇ

નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ગામમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવેથી ગામમાં જ આવેલ હનુમાન દાદાના મંદિરે તરફ જતો એક વર્ષ પહેલા જ લાખોના ખર્ચે આર. સી. સી. રોડ બનાવામાં આવ્યો છે. આ રસ્તાને બે વર્ષ પણ પૂર્ણ નહિ થયાં, અને રસ્તા ઉપર મોટા મોટા તિરાડો પડી છે. રસ્તો બનાવનાર લેભાગુ કોન્ટ્રાકટર દ્વારા રસ્તો બનાવતી વખતે હલકા કક્ષાનું મટેરીયલ વાપરવામાં આવ્યું હોય તેમ કહેવાય તો નવાઈ નહિ, કારણ કે આ રસ્તાને બે વર્ષ પણ પૂર્ણ નહિ થયાં અને રસ્તાની હાલત બગાડવા માંડી છે.

નિઝર ખાતે બનેલ આર. સી. સી રસ્તા ઉપર મોટી મોટી તિરાડો નજરે પડી રહી છે. તેમજ રસ્તા પરથી અનેક જગ્યાએ કપચી બહાર નીકળી આવેલ છે. નિઝર ખાતે એક વર્ષ પહેલા જ લાખોના ખર્ચે બનાવેલ આર.સી.સી. રસ્તાની હાલત બગાડવા માંડી હોવા અંગે નિઝર ગ્રામ પંચાયત અને નિઝર તાલુકા પંચાયતના જવાબદરોને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. લાખોના ખર્ચે બનેલ આર. સી. સી. રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી જતા રસ્તો બનાવનાર કોન્ટ્રાકટર અને જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સરકાર દ્વારા છેવાડાના ગામડાઓને વિકાસના પંથે લઇ જવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કોરોડો રૂપિયાની ગ્રાન્ડ ફાળવવામાં આવે છે.પરંતુ નિઝર ખાતે વિકાસના કામો કરનાર લેભાગુ કોન્ટ્રાકટરો દ્વારા આર.સી.સી. રસ્તાની કામગીરીમાં હલકા કક્ષાનું મટેરીયલ વાપરી મોટા પાયે ભ્રસ્ટાચાર કરેલ હોય તેમ કહેવાય તો નવાઈ નહિ, આ રસ્તો એક વર્ષ પહેલા જ બનેલ છે.

તેમ છતાં પણ રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી ગઈ એ તો કેટલું યોગ્ય કહેવાય, નિઝરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવેથી લઇને ગામમાં જ આવેલ હનુમાન દાદાના મંદિર તરફ જતો લાખોના ખર્ચે બનેલ આર.સી.સી. રસ્તા ઉપર તિરાડો પડી જતા જવાબદાર તંત્ર તેમજ રસ્તાની કામગીરી કરનાર લેભાગુ કોન્ટ્રાકટર ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ બાબતે ઉચ્ચ અધિકારી તપાસ કરશે કે કેમ? એ તો આવનાર સમયમાં જ બહાર આવે તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button