ડાંગ

આહવા સિવિલમાં ગાયનેક વોર્ડમાં શૌચાલયને તાળા; એક તરફ મહિલાઓને સિઝર ડિલિવરીનું દર્દ અને બીજી તરફ…

આહવા ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં આવેલી જનરલ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડનાં શૌચાલયને તાળું મારી દેવામાં આવતા સગર્ભા મહિલાઓ હેરાન-પરેશાન થઈ રહી છે. સગર્ભાઓ હેરાન થઇ રહી છે છતાં સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓ જરૂરી કાર્યવાહી કરતા નથી.

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ છે. જયાં મહિલાં ગાયનેક ડોકટર છે, જેથી આહવા, વઘઇ તેમજ સુબીર ગામમાંથી સગર્ભા મહિલાઓ ડિલિવરી આહવા સિવિલ હોસ્પિટલમાં આવે છે. રોજબરોજ અંદાજીત 4થી 5 સગર્ભા મહિલાઓ ડિલિવરી કરવામાં આવે છે. એક મહિનામાં અંદાજીત 200થી વધુ સગર્ભા મહિલા ડિલિવરી માટે સિવિલમાં આવે છે, જેમાંથી મોટાભાગની સગર્ભા મહિલાઓની સિઝર ડિલિવરી કરવામાં છે. ત્યારબાદ મહિલાઓ અશક્તિ આવતા કમજોર થઈ જાય છે. જે સમયે તેમનું અને બાળકના સ્વાસ્થ અને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે. આવા સમયે આહવા જનરલ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ શૌચાલયને તાળા મારી દેવાયું છે. સગર્ભા મહિલાઓ ખાટલા પર જાતે ઊઠી શકતી નથી તેવા સમયે પોતાના ખાટલા, વોર્ડ બીજા વોર્ડ શૌચાલય માટે જવાની નોબત આવે છે. સગર્ભા મહિલાઓને પીડા સહન કરવું પડે છે. આ તાળાબંધીનો તઘલક નિર્ણય કોનો છે? કેમ છે? કોના દ્વારા સગર્ભા મહિલાઓને સમસ્યાઓને ધકેલવામાં આવે છે વગેરે માટે તંત્ર દ્વારા જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે સગર્ભા મહિલાઓએ માંગ કરી છે. 

Related Articles

Back to top button