દેશરાજનીતિ

લોકસભા ચૂંટણી: 102 સીટો માટેનું નોટિફિકેશન જાહેર, આજથી શરૂ થશે નોમિનેશન પ્રક્રિયા

લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 7 તક્કામાં મતદાન થશે. પહેલા તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમાં તબક્કા માટે 1 જૂને મતદાન કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની નોટિફિકેશન જાહેર થઈ ચુકી છે. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર ચૂંટણી થશે. તબક્કામાં જે રાજ્યોની લોકસભા સીટો માટે મતદાન થશે તેમના પર ઉમેદવારોના નોમિનેશન દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેના હેઠળ 7 તક્કામાં મતદાન થશે. પહેલા તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમાં તબક્કા માટે 1 જૂને મતદાન કરવામાં આવશે. પરિણામ 4 જૂને આવશે.

ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, સ્વતંત્ર અને સુરક્ષિત લોકસભા ચૂંટણી આયોજીત કરવા માટે પ્રતિબદ્ધ છે. પહેલા ચરણ માટે 27 માર્ચ સુધી નોમિનેશન દાખલ કરવામાં આવી શકે છે. નોમિનેશનની તપાસ 28 માર્ચે કરવામાં આવશે અને ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે.

આ રાજ્યોમાં પહેલા ચરણની ચૂંટણી 

પહેલા ચરણમાં,

  • તમિલનાડુની 29,
  • રાજસ્થનાની 12,
  • ઉત્તર પ્રદેશની 8,
  • મધ્ય પ્રદેશની 6,
  • ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની 5-5,
  • બિહારની 4,
  • પશ્ચિમ બંગાળની 3,
  • અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની 2-2
  • છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં 1-1 સીટો પર મતદાન થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button