ગુજરાતરાજનીતિ

લોકશાહી પર્વની તારીખો જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ થશે શરૂ, જાણો કેટલી વસ્તુઓ પર લાગશે પ્રતિબંધ

આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 થી 20 એપ્રિલની વચ્ચે થઈ શકે છે. તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે આ વાત તો બધા જાણતા જ હોય છે.પંરતુ ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ તેનો અમલ કોણ કરે છે, કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લાગે તો કેટલી વસ્તુ પર મળે છે છૂટ આવ અનેક પ્રશ્નોના જવાબ મોટા ભાગના લોકો જાણતા નથી તો આજે આપણે એવા જ કેટલા પ્રશ્નોના જવાબ વિશે વાત કરીશું.

આચારસંહિતા કોને કહેવામાં આવે છે? 

લોકશાહી દેશની સૌથી મુખ્ય બાદ હોય છે કે નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી, માટે આ જવાબદારી ચૂંટણી પંચ પર મૂકવામાં આવે છે. જે આપણા દેશની દરેક પ્રકારની ચૂંટણીનું આયોજન કરે છે અને તે નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ચિત કરે છે.  આ માટે ચૂંટણીપંચ કેટલા નિયમો બનાવે છે.ચૂંટણી પહેલાના આ નિયમો કે માર્ગદર્શિકાને જ આચારસંહિતા કહેવામાં આવે છે. દેશમાં દરેક પક્ષ અને ઉમેદવારને નક્કી કરવામાં આવેલ આચારસંહિતાના નિયમનું ફરજિયાતપણે અમલીકરણ કરવાનું હોય છે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા જ્યાં સંપન ન થાત ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. આચારસંહિતા રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો માટે સામાન્ય આચાર સંબંધિત નિયમો છે. જે લાગુ થયા બાદ સભાઓ, મતદાન, મતદાન મથકો, નિરીક્ષકો અને મેનિફેસ્ટોને લગતા કેટલાક નિયમો પાલન કરવા ફરજીયાત બને છે.

આંચરસંહિતા લાગુ થયા બાદ કેટલી વસ્તુઓ પર પ્રતિબંધ લાગે છે?

  • સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે.
  • સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી અને નવી કોઈ યોજનાઓ લાગુ કરી શકાતી નથી.
  • મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી સભા કે રેલીઓનું આયોજન કરી શકતા નથી.
  • મંત્રીઓ તેમના નિવાસસ્થાનથી ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે પરંતુ તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકતા નથી.
  • મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી ન શકાય.
  • આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટિંગ થઈ શકતું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button