દેશરાજનીતિ

લોકસભા ચૂંટણી 2024: આજે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર વોટિંગ, આ દિગ્ગજોના ભાવીનો ફેંસલો

આજથી લોકસભા ચૂંટણીનો પહેલા તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલા તબક્કામાં 21 રાજ્યની 102 બેઠકો પર મતદાન થશે.

આજથી દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલા તબક્કાના મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર વોટિંગ થશે. 102 બેઠકો પર કુલ 1625 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે

કુલ 7 તબક્કામાં મતદાન

2024ની લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. 19 એપ્રિલથી 4 જૂન સુધી આ પ્રક્રિયા ચાલશે અને 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

પહેલા તબક્કામાં કયા કયા ઉમેદવારો

પહેલા તબક્કામાં દિગ્ગજ નેતા નીતિન ગડકરી,ચિરાગ પાસવાન,કે.અન્નામલાઈ, કનિમોઝી,  જીતિન પ્રસાદ,નીશિથ પ્રમાણિક અને નકુલનાથના ભાવનો ફેંસલો થશે.

2019માં કુલ 91 બેઠકો માટે મતદાન થયું હતું

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સાત તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 91 બેઠકો પર મતદાન થયું હતું.

Related Articles

Back to top button