દેશરાજનીતિ

મતદારોને બૂથ સુધી લાવવા ચૂંટણી પંચનો નવતર પ્રયોગ, મતદાન મથક પર આપશે આ 8 સુવિધા

  • લોકસભાની ચૂંટણી માટે 1.48 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે

  • દરેક મતદાન મથક પર પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.


લોકસભાની ચૂંટણી માટે 1.48 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે. મતદારોને મતદાન મથક પર આ 8 સુવિધાઓ મળી રહે તે માટે ચૂંટણી પંચ કોશિશ કરી રહ્યું છે. મતદારોને મતદાન મથક પર શુદ્ધ પાણી અને શૌચાલય જેવી અનેક સુવિધાઓ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 મે 2024 ના રોજ એટલે કે બરોબર ઉનાળો જામ્યો હશે અને તેવા સમયે પાણી તેમજ અન્ય સુવિધા મળી રહે તે માટે ચૂંટણીપંચ કામ કરી રહ્યું છે. અને તેના માટે ચૂંટણી પંચે કેટલીક તૈયારીઓ પણ કરી લીધી છે.

લોકસભાની ચૂંટણી ચૂંટણી માટે 1.48 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે. આવો પહેલા જાણીએ કે મતદારો જ્યારે મતદાન મથકે પહોંચે છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને મતદાન મથક પર આ 8 સુવિધાઓ મળી રહે તે માટે ચૂંટણી પંચ કોશિશ કરી રહ્યું છે.

શુદ્ધ પાણીની સુવિધા

દરેક મતદાન મથક પર પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

શૌચાલય

દરેક મતદાન મથક પર મતદારો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ શૌચાલય બનાવવામાં આવશે.

પગના પગલાનું ચિહ્ન

મતદારો સરળતાથી ઈવીએમ રૂમ સુધી પહોંચી શકે તે માટે ચૂંટણી પંચ ફૂટ સ્ટેપ સ્ટીકર પણ લગાવશે.

વ્હીલચેરની વ્યવસ્થા

જે મતદારો શારીરિક નબળા છે કે કોઈ વિકલાંગ હોય અથવા કોઈ કારણસર ચાલવામાં મુશ્કેલી અનુભવતા હોય તેવા મતદારો માટે મતદાન મથક પર વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવશે.

હેલ્પ ડેસ્કની વ્યવસ્થા

મતદારોને મતદાનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ સુવિધા કેન્દ્રો પણ બનાવવામાં આવશે.

લાઇટની સુવિધા

મતદાન મથક પર મતદારોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણી પંચના અધિકારીએ મતદાન મથક પર લાઇટની પૂરતી વ્યવસ્થા હોવાની ખાતરી કરવાની રહેશે.

શેડની વ્યવસ્થા

ઉનાળાની ઋતુમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ માટે મતદાન મથકોને સંપૂર્ણ રીતે શેડથી આવરી લેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button