ગુનોપંચમહાલ

ખાણ માફિયાઓની હિંમત તો જુઓ: SDMથી લઈને માલતદારનો પીછો કરી લોકેશન ટ્રેસ કરતાં, એક ગ્રુપ ઝડપાયું તો 500 રૂપિયા ફીસ મૂકી બીજું બનાવી નાંખ્યું

પંચમહાલમાં ખાણ-ખનીજનાં અધિકારીઓની જાસૂસી માટે ખનીજ માફીયાઓ દ્વારા ફરી નવા ગ્રુપ બનાવવામાં આવ્યા છે. તેમજ નવા ગ્રુપમાં જોડાવું હોય તો 500 રૂપિયા ચૂકવવાનો ઓડિયો વાયરલ થતા ખનીજ માફીયાઓ ફરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

  • પંચમહાલમાં ખાણ-ખનીજના અધિકારીઓની જાસૂસી માટે નવા ગૃપ બન્યા
  • હવે ગ્રુપમાં જોડાવું હોય તો 500 રૂપિયા ચૂકવવા ફરી રહ્યો છે ઓડિયો

પંચમહાલમાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કરતાં બાતમીખોર ફરીથી સક્રિય થયા છે. જાસૂસી માટે નવુ ગૃપ બનાવવા માટેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.  વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે બાતમીખોરો ખુલ્લેઆમ રૂપિયા 500 ની માગણી કરી રહ્યા છે. કોઈપણ વ્યક્તિએ ગૃપમાં જોડાવુ હોય તો પૈસા આપીને જોડાઈ શકે છે તેવો ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે.

અગાઉ જાહેર થયેલ ગ્રુપ મામલે પણ ખનીજ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી
ખનીજ માફિયાઓ દરોડાથી બચવા માટે વોટ્સએપ ગૃપમાંથી અધિકારીઓના લોકેશન મેળવતા હોય છે. પંચમહાલમાં મસમોટા જાસૂસી કૌભાંડનો ખુલાસો થયા બાદ પણ ખનીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ જાહેર થયેલા બાતમી ગૃપ મામલે પણ ખનીજ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. બાતમીદારો જાસૂસીથી પૈસા કમાઈ રહ્યા હોવા છતાં અધિકારીઓને તેની કોઈ પડી ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યાં છે
બાતમીદારો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ પાણીમાં બેસી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.   પંચમહાલના જાસૂસી કાંડ સમગ્ર રાજ્યમાં ગાજ્યો હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ એક્શન નહી લેવાતાં ખાણ ખનીજ વિભાગની પારદર્શક કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે. જાસૂસી કાંડમાં ખાણ માફિયાઓ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ સમગ્ર પ્રકરણ ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે.

ખનીજ માફીયાઓ અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો
બે દિવસ પહેલા ખનીજ માફીયાઓ દ્વારા અધિકારી ઓફીસથી કઈ બાજુ જઈ રહ્યા છે. તેમજ દરોડા પાડતી વખતે અધિકારી ક્યાં પહોંચ્યા. તેવી તમામ માહિતી ગ્રૂપમાં માફિયાઓ શેર કરી રહ્યા છે. તેમજ અધિકારીઓની કાર કઈ બાજુ ગઈ તેની માહિતી ગ્રુપમાં ઓડિયો મુકી શેર કરવામાં આવતી હતી. ત્યારે ખનીજ માફીયાઓ દ્વારા ખાણ-ખનીજ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ધડાકો થવા પામ્યો છે. સમાચાર દ્વારા ખનીજ માફીયાઓ અધિકારીઓની જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમ છતાં હજુ પણ ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

દરોડાની કાર્યવાહીથી બચવા અધિકારીઓનાં લોકેશન ગ્રુપમાં શેર કરાય છે
ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીની કાર પાછળ માણસ રાખી સતત લાઈવ લોકેશન વોટ્સએપમાં શેર કરવામાં આવતા હતા. તેમજ ઓડિયો દ્વારા અધિકારીનું લોકેશન મોકલી દરોડાની કાર્યવાહીથી બચી ખનીજ માફીયાઓને લોકેશન મોકલી સાવચેત કરી દેવામાં આવે છે. અનેક ન્યુઝ એજન્સીઓ પાસે ખનીજ માફિયાઓનાં ગ્રુપનાં ઓડિયો મેસેજ છે. તેમજ ઓડિયોમાં ગોધરાનાં SDM, હાલોલનાં SDM ની હિલચાલ અંગેની માહિતી પણ શેર કરાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button