ગુજરાતડાંગદક્ષિણ ગુજરાતરાજનીતિરાજ્ય

ડાંગ જિલ્લાનાં કાલીબેલ ગ્રા.પં.ના મકાનના કામમાં નિમ્ન કક્ષાનો માલ વાપરી ઉતારાઈ રહેલી વેઠ

કાલીબેલ ગ્રામ પંચાયતનું જુનું મકાન જર્જરિત થતાં તેને તોડી પાડી મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનામાં નવું બનાવાઇ રહ્યું છે. કાલીબેલ પંચાયતના નવા મકાનની કામમાં નિમ્નકક્ષાનું માલ-સામાન વાપરી વેઠ ઊતારાઈ રહી છે.

ડાંગ જિલ્લા પચાયતનાં વધઈ તાલુકા પંચાયત હસ્તક આવતાં કાલીબેલ ગ્રામ પંચાયતનું વર્ષો પહેલાં બનાવાયેલ મકાન ખુબ જ જર્જરિત થઈ ગયું હતું. બે વર્ષ પહેલા ગ્રામ પંચાયતનું મકાન તોડી પાડયું હતું. ગ્રામ પંચાયતનું કામ કોમ્યુનિટી હોલમાં ચાલતું હતું, જે હોલમાં તિરાડો પડી ગઈ હતી. વરસાદનું પાણી ટપકતું હતું છતાં આ કોમ્યુનિટી હોલમાં જ ગ્રામ પંચાયતનું કામ ચાલી રહ્યું હતું. કાલીબેલ ગ્રામ પંચાયતનું મકાન (ભોંયતળિયુ-પહેલો માળ) વર્ષ 2023-2024 મહાત્માં ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનામાં રૂ.15 લાખ માલ-સામાન મંજુર થયા છે,

જયારે મજુરોની મંજુરી મનરેગા યોજનામાં આપવામાં આવશે. પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી દ્વારા પંચાયતના મકાનનું બાંધકામ ચાલું કરી દીધું છે પરંતુ વહીવટદાર અને તલાટી કમ મંત્રી નિમ્ન કક્ષાની રેતી, સિમેન્ટ તથા કટાઈ ગયેલા સળિયાનો ઊપયોગ કરી રહ્યાં છે. જેથી કામનાં માલ-સામાનની ગુણવત્તા સામે સવાલ ઊઠી રહ્યાં છે. આ બાબતે જિલ્લા વિકાસ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય તપાસ હાથ ધરી પંચાયતનાં મકાનનાં બાંધકામમાં વેઠ ઊતારી પંચાયતનાં વહીવટદાર અને તલાટી કમ મંત્રી સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરે તે જરૂરી બની ગયું છે.

કાલીબેલ ગામનાં લોકો પાસેથી મળતી માહિતી અનુસાર આ ગ્રામ પંચાયતનું મકાનનું કામ તાલુકા પંચાયત સદસ્ય પોતે કરતા હોવાની માહિતી મળી છે. ગ્રામ પંચાયતનું કામ વહીવટદાર નહી પરંતુ તાલુકા સદસ્ય કેવી રીતે કરી રહ્યાં છે તે પણ તપાસનો વિષય છે. વઘઇ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા કાલીબેલ ગ્રામ પંચાયતના બાંધકામ બાબતે ધ્યાન દોરતા તેમણે જણાવ્યું હતું કે હું આવતીકાલે કર્મચારી મોકલી તપાસ કરાવવું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button