મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે કહ્યું: ચૂંટણી પંચનો નિર્ણય માન્ય, શિંદે જુથ જ અસલી શિવસેના

મહારાષ્ટ્ર સરકારના16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર આવ્યો ચુકાદો

આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો સંભળાવ્યો. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર આ 1200 પેજના નિર્ણયના મહત્વના મુદ્દાઓ વાંચી સંભળાવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભામાં અયોગ્યતાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકર ચુકાદો આપી રહ્યા હતાં ત્યારે તેમણે કહ્યું કે 1999ના બંધારણને આપણે ધ્યાનમાં રાખવું પડશે. કારણ કે 2018નું બંધારણ ECI સમક્ષ અસ્તિત્વમાં ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ સોગંદનામાને ધ્યાનમાં લીધા છે અને પક્ષકારોની દલીલો પર આધાર રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ECI સમક્ષ બંધારણ પર વિચાર કરવો પડશે અને તેથી આ માંગ કરવામાં આવી છે. EC રેકોર્ડમાં શિંદે જૂથ વાસ્તવિક પક્ષ છે. મેં ECના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો.

ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર આપ્યો

રાહુલ નાર્વેકરે કહ્યું કે, 2018નું સંવિધાન સંશોધન રેકોર્ડમાં નથી. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર આપ્યો હતો. હું ઈસીના નિર્ણયની બહાર જઈ શકતો નથી. 2018 બાદ શિવસેનામાં ચૂંટણી થઈ નથી.

18 મહિના પહેલા 57 વર્ષ જુની પાર્ટી શિવસેનામાં ભાગલા પડ્યા

લગભગ 18 મહિના પહેલા શિંદે સહિત 39 ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કરી દીધો હતો. જેના કારણે 57 વર્ષ જુની પાર્ટી શિવસેનામાં ભાગલા પડી ગયા હતા અને મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. આ ઘટના બાદ બંને જૂથ એકબીજાના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માગ કરતા અરજી દાખલ કરી હતી.

શું હતો મામલો?

1- જૂન 2022માં શિવસેનામાં બળવો થયો હતો અને એકનાથ શિંદે જૂથના ‘બળવાખોર ધારાસભ્યો’એ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. 16 ધારાસભ્યો “ગુમ થયા” અને ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી ન હતી.

2- તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા નામાંકિત કરાયેલા પક્ષના મુખ્ય દંડક, તત્કાલિન ડેપ્યુટી સ્પીકરે ‘બળવાખોર’ ધારાસભ્યોને નોટિસ જારી કરીને ગેરલાયકાતની કાર્યવાહી શરૂ કરી હતી.

3- તે જ સમયે, ‘બળવાખોર ધારાસભ્યો’ એ ડેપ્યુટી સ્પીકર સામે ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ લાવવા માટે એક પત્ર મોકલ્યો હતો, જે પ્રસ્તાવને યોગ્ય માધ્યમો દ્વારા મોકલવામાં આવ્યો ન હોવાનું કહીને નકારી કાઢવામાં આવ્યો હતો.

4- બળવાખોર ધારાસભ્યોએ ગેરલાયકાતની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવ્યો હતો. જ્યાં કોર્ટની ત્રણ જજની બેન્ચે બળવાખોરોને નોટિસનો જવાબ આપવા માટે વધુ સમય આપ્યો.

5- દરમિયાન, ‘શિંદે કેમ્પ’ના ધારાસભ્યોએ મહારાષ્ટ્ર છોડી દીધું, અને તેમના જીવન અને સંપત્તિને ગંભીર ખતરો હોવાનો આક્ષેપ કરીને રાજ્યપાલનો સંપર્ક કર્યો.

6- રાજ્યપાલે તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસનો મત માંગવા કહ્યું. ઉદ્ધવે વિશ્વાસ મત પહેલા રાજીનામું આપ્યું અને રાજ્યપાલની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટમાં ગયા.

7- ચૂંટણી પંચે પણ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના ગણાતા જ ચૂંટણી ચિન્હ ‘ધનુષ વન’ આપવાનો નિર્ણય લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button