ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકમહુવારાજ્યસુરત

ગાંધીના દેશમાં આવ્યો દારૂનો વેપલો: મહુવા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી

"પુષ્પા" મુવીને જેમ મારૂતિ વાનમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો

  • રૂ. ૮૧ હજારના મુદ્દામાલની સાથે બુટલેગરની અટકાયત

મળતી માહિતી મુજબ મહુવા પોલીસે ચોક્કસ બાતમીના આધારે મહુવા તાલુકાના ગોપલા ગામથી ઉગત ગામ તરફ જતા રસ્તા પરથી મારુતિ વાનમાં ચોરખાનું બનાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી એક ઈસમની અટકાયત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાઓ પર ગુનાખોરી જેવી કે, પ્રોહી-જુગારની પ્રવૃત્તિઓ ન થાય અને આ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન આપ્યું હતું. જેને લઇને પોલીસે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. જેને લઈને મહુવા પોલીસ મથકે ફરજ બજાવતા PI જે.એ બારોટને  ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગોપાલા ગામથી ઉગત ગામ તરફ જતા રસ્તા પર એક સિલ્વર કલરની મારુતિ વાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભર્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે અલગ અલગ જગ્યા ઉપર વોચ ગોઠવી દીધી હતી. તે દરમિયાન બાતમીવાળી મારુતિ આવતા પોલીસે તેને અટકાવી ચેક કરતા મારુતિ વાનમાંથી ‘પુષ્પા’ મુવીને જેમ એક ચોરખાનું મળી આવ્યું હતું. જે ચોરખાનામાંથી પોલીસને વિદેશી દારૂ મળી આવ્યો હતો

પોલીસે અંદાજિત ૮૧  હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસને જપ્તિમાં વિદેશી દારૂની ૨૨૫ બાટલીઓ, મોબાઈલ, મારુતિ વાન મળી અંદાજિત કુલ રૂ.૮૧,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઈશ્વરલાલ હરજીરામ તૈલી નામના ઈસમની અટકાયત કરી દારૂનો જથ્થો ભરી આપનાર મોહન ધનરાજભાઈ શાહુ તેમજ વિદેશી દારૂ મંગાવનાર લાલુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button