દક્ષિણ ગુજરાત

શેરડીના ઓછા ભાવ સુગર ફેક્ટરીઓએ પાડતા માંગરોળના ખેડૂતોમાં પણ રોષની લાગણી

શેરડીના ઓછા ભાવ સુગર ફેક્ટરીઓએ પાડતા માંગરોળ તાલુકાના ખેડૂતો નારાજગી વ્યક્ત કરી ભાવ બાબતે ફેરવી વિચારણા કરવાની માંગ કરી છે. માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન કેતનભાઇ ભટ્ટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સુગર ફેકટરી ઓ દ્વારા શેરડી ના ભાવ ઓછા મળતા ખેડૂત સમાજ નિરાશાજનક સ્થિતિમાં મુકાયો છે ખેડૂતના હક અને મહેનતના રુપિયા સંચાલકો દ્વારા દબાવી દેવાયા છે. રીકવરી સારી તેમજ મોલાસીશ, ઈથનોલ જેવી આડ પેદાશના ભાવોમાં વધારો ગત વર્ષ કરતાં વધુ અને સરકાર દ્વારા ટન દીઠ 250 પ્રતિ ટનમાં થયેલ વધારો અને ગત વર્ષ માચૅ 2023થી સ્ટોકમાં રખાયેલ ખાંડ સ્ટોકના ભાવ ફેરની રકમ જેવા વિવિધ પોઝીટીવ પાસાઓ હોવા છતાં ક્યાં કારણો સર ખેડૂતને ભાવ આપવામાં નિષ્ફળ નિવડેલ સહકારી આગેવાનો ખેડૂતને જવાબ આપે તેવી મારી માંગ છે.

મહુવા વિસ્તારના જનતા માટે આશીર્વાદ રૂપ મહુવા સુગર ફેકટરી દ્વારા ગોળના કોલાની સરખામણીએ નીચા ભાવો જાહેર કરતા સભાસદો માં નારજગી સાથે રોષ ની લાગણી ફેલાવા પામી છે.અને ભાવ જાહેર થયા બાદ કેટલાક સભાસદો દ્વારા મહુવા સુગરમાં જઈ ભાવ વધારો કરવા માટે સુગરના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ડિરેક્ટરોને રજુઆત કરી હતી. ત્યારે મહુવા સુગર ના નીચા ભાવો ને લઈ સભાસદો આવનારા દિવસો માં નારાજગી કંઈ રીતે ઠાલવે એ જોવું રહ્યું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button