રશિયાના મોસ્કોમાં મોટો આતંકી હુમલો, શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 40ના મોત, 100થી વધુ ઘાયલ
મોસ્કોના એક શોપિંગ મોલમાં મોટો આતંકી હુમલો થયો છે. પાંચ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 40થી વધુ લોકોના મોત
રશિયાની રાજધાની મોસ્કોથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના એક શોપિંગ મોલમાં આતંકી હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે યુનિફોર્મ પહેરેલા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 40થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હુમલાખોરોની સંખ્યા પાંચ હોવાનું કહેવાય છે. ફાયરિંગ બાદ મોલમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હુમલાખોરો લશ્કરી વર્દીમાં હતા. હુમલાખોરોએ મોલમાં ગ્રેનેડ પણ ફેંક્યો હતો, જેના કારણે મોલમાં જોરદાર આગ લાગી હતી. હજુ પણ સેંકડો લોકો મોલમાં ફસાયા હોવાની આશંકા છે.
કોન્સર્ટ હોલ આગમાં લપેટાયેલો
રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, લડાયક ગણવેશમાં સજ્જ બંદૂકધારીઓએ શુક્રવારે મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સમાચાર એજન્સી ધ એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, રશિયન રાજધાનીના પશ્ચિમી કિનારે સ્થિત ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો. બાદમાં વિસ્ફોટના અવાજો પણ સંભળાયા હતા અને કોન્સર્ટ હોલ આગમાં લપેટાયેલો જોવા મળ્યો હતો.