માંડવી
માંડવી તાલુકા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં માંડવી હાઇસ્કૂલ ઝળકી
માંડવી તાલુકાના પાતલ ખાતે અખિલ ભારતીય શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના વ્યાયામ શિક્ષક નિલેશભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ અંડર 17 અને અંડર -19 ટીમે ભાગ લીધો હતો. તાલુકાની વિવિધ શાળાઓની ટીમો વચ્ચેની ટુર્નામેન્ટમાં માંડવી હાઈસ્કૂલની બંને ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શૈલેષભાઈ પટેલે તથા શાળા પરિવારે તમામ ખેલાડીઓને તથા માર્ગદર્શક શિક્ષક નિલેશભાઈને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.