માંડવી

માંડવી નગર પાલિકાએ ચાલુ વર્ષ 2023-24માં વસૂલાત 90.68 ટકા પાછલી વસૂલાત 45.37 ટકા મળી કુલ 82.58 ટકાની વેરા વસૂલાત કરી

માંડવી નગરપાલિકા દ્વારા પાછલી વસૂલાત તથા ચાલુ વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવા સાથે બાકીદારોને યોગ્ય સમજણ આપી હતી, જેમાં પરિણામ છેલ્લા બે વર્ષથી 90 ટકા વેરા વસૂલીની સફળતા મળી હતી.

પ્રાપ્ત માહતી અનુસાર નગરપાલિકા વિસ્તાર મિલ્કત ધારકોના બાકી વેરાની વસૂલાત માટે ચીફ ઓફિસર પૂર્વીબહેન આર. પટેલે કર્મચારીઓની ટીમ બનાવી યોગ્ય માર્ગદર્શન સાથે વેરા વસૂલીનું અભિયાન શરૂ કર્યું હતું. રજાના દિવસોમાં પણ વેરો વસૂલીની કામગીરી ચાલુ રાખી હતી. જેના પિરણામ સ્વરૂપ 2023-24માં ચાલુ વસૂલાત 90.68 ટકા પાછલી વસૂલાત 45.37 ટકા મળી કુલ 82.58 ટકાની વસૂલાત કરવામાં આવી હતી. વસાલાત પેટે ચાલુ વસૂલાત 36,35,828 અને પાછલી વૂસાલાત 26,38,373 મળી કુલ 62,74,201ની રકમની આવક પાલિકાએ મેળવી હતી. છેલ્લા બે વર્ષથી 90 ટકાથી વધુ વેરા વસૂલાત બદલ વેરાવસૂલાતની ટીમ તથા નગરજનોના સહયોગ તથા ચૂંટાયેલા સભ્યોનો પૂર્વીબહેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button