માંડવીરાજનીતિ

માંડવી નગર પાલિકાના કર્મચારીઓનું પ્રશ્નોના નિકાલ માટે થોડા સમયનું અનસન

ગણતરીની મિનીટોમાં બેઠક બાદ કર્મચારીઓ કામકાજમાં જોતરાયા

માંડવી નગરપાલિકાના કર્મચારીઓમાં છેલ્લા ઘણા સમયથી માંગણી ન સંતોષાતા તથા કોઈ માહિતી પુરી ન પાડતાં અસંતોષ ઊભો થઈ રહ્યો હતો. જેને લઈને પોતાના પ્રશ્નો તરફ ધ્યાન દરવા  થોડા સમય માટે કામથી અળગા રહી તંત્રનું ધ્યાન દોરી ફરી કામકાજમાં જોતરાય ગયા હતાં.

મળતી માહિતી અનુસાર માંડવી નગરપાલિકાના કાયમી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળે તથા લઘુત્તમ વેતનધારાનું અમલીકરણ થાય તે માટે અગાઉ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, પંરતુ રજૂઆતનું કોઈ પરિણામ જાણવા ન મળતાં કર્મચારીઓ કામથી અળગા રહી ગેટ પર અડિંગો જમાવી દીધો હતો. ગુજરાત સફાઈ કામદાર મહામંડળની સ્ટેટ કમિટી મેમ્બર તથા સાઉથ ઝોન પ્રભારી રાજેશભાઈ જોધપુરીએ જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબહેન તથા પ્રમુખ નીમેષભાઈ શાહ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુક્લ સહિતના અધિકારી-પદાધિકારીઓએ કામદારોની સમસ્યાના નિકાલની કામગીરી અંગે વાકેફ કર્યા હતાં, અને જલદી નિકાલ માટેની વાતો કરતાં ગણતરીની મીનિટોમાં કામદારો પોતાની ફરજમાં જોતરાય ગયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button