માંડવી

માંડવી નગરપાલિકા મેદાન વેપારીઓથી બચાવવા નગર યુવાનોએ મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

માંડવી નગરપાલિકા દ્વારા ક્રિકેટના મેદાનને વેપારીઓને ભાડે આપવાનો યુવાનોનમાં ભારે વિરોધ ઉઠ્યો હતો અને આજરોજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માંડવી મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે.


માંડવી નગરપાલિકાના શાસકો દ્વારા આવક મેળવવાની લ્હાયમાં રમતવીરોની નારાજગી વ્હોરી રહ્યાં છે. નગર પાલિકા શાસકો દ્વારા દર વર્ષે વેપારીઓને વેપાર કરવા ક્રિકેટ મેદાનની જગ્યા ભાડે આપી દેતા હોય છે. આ વર્ષે પણ પાલિકા દ્વારા વેપારીઓને મેદાન ભાડે આપવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાની જાણકારી મળતાં રમતવીર યુવાનોમાં ભારે આક્રોષ વ્યાપી ઉઠ્યો છે. નગરપાિલકાના શાસોકને મૌખિક રજૂઆત પછી પણ યોગ્ય પ્રતિસાદ ન મળતાં તબીબો, વેપાર, વકીલ સહિતના યુવા અગ્રણીઓ એકત્ર થઈ માંડવી પ્રાંત તથા મામલતદારને લેખિત રજૂઆત કરી યુવાનો માટે આશીર્વાદરૂપ ગણાતા મદેાનને ભાડે ન આપવા આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા ઠેરઠેર ખીલા મારી દોરડા બાંધી રમતવીરો માટે જોખમ ઊભુ કરવામાં આવે છે. મેદાનમાં ઠેરઠેર ગંદકી પણ ફેલાતી રહે છે. નગરના યુવાનો સવાર સાંજ રમત રમતા હોય તથા વીડોલો સહિત સૌ નગરજનો વોકિંગ માટે ઉપયોગ કરતાં હોય છે. યુવાનોએ જણાવ્યું હતું કે રાજ્ય કેન્દ્ર સરકાર રમતવીરોને ખેલ મહાકુંભ દ્વારા પ્રોત્સાહન આપે છે. જ્યારે પાલિકાના શાસકો યુવાનો માટેની સુવિધામાં જાણે અવરોધ ઊભો કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button